મારા વિષે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

આમ જોવા જઈયે તો આ કવિતા થી મને ગુજરાતી નો સાહિત્ય પરીચય થયો ગણાય . કવિતાઓ અને સંગીત પ્રત્યે મને પહેલેથીજ લગાવ હતો. મારું મોસાળ રાજકોટ ,એટલે નાની હતી ત્યારે રજાઓમાં વારંવાર જવાનું થતું. અને આજુબાજુના ગામમાં ફરતા, સુરન્દ્રનગર પાસે ટ્રેનમા નાના છોકરાઓ લોકગીત ગાતા , ત્યારે સાંભળેલા ગીતો આજે સાંભરે છે.નવરાત્રીમાં ગરબા રમવા જાતી અને દિવાળીબેનને સાભળેલા એ અવાજ હજી પણ કાનમાં ગુંજે છે, અહિંયા અમેરીકા માં આવી ને વસ્યા પછી કદાચ માતૃભાષનુ મહત્વ અને મીઠાશ વઘારે સમજાઈ છે, ગુજરાતી લોકસંગીત પ્રત્યે પ્રેમભાવ અને એના પ્રત્યે વધુ ધ્યાન  આકર્ષણ થયું. પરદેશમાં  આપણી માતૃભાષા વીસરાય ન જાય , અને ગુજરાતી સાહિત્ય ,લોક સંગીત, લોકો સુધી પહોંચે ,એજ ભાવના એજ હેતુ થી …

ગુજરાતી સાહિત્યને લગતો બ્લોગ છે.અહિં તમામ પ્રકારની વાંચનક્ષમ સામગ્રી મુકવામાં આવી છે.આ બ્લોગમાં જ્યાં-જ્યાંથી સારું લાગ્યું તે લઇને મુક્યુ છે.અહિં મુકાયેલી સામગ્રીના હક્કો જે તે લેખકના પોતાના છે.ગુજરાતી સાહિત્યને વિશ્વને ખોળે મુકવાની ઘેલછા સાથે……… બ્લોગ હજુ સંપુર્ણ નથી અને એને અપડેટ કરવાની કોશિશ કરી રહી છું.કોઈ જગ્યાએ, કોઈ કારણથી, જાણ્યે-અજાણ્યે કોઈના કોપીરાઈટનો ભંગ થયેલો જણાય, તો મને તુરત જાણ કરશો [ E-mail : pragnad@gmail.com] તો એને બનતી ત્વરાએ સુધારવાનો કે દૂર કરવાનો પ્રયાસ કરીશ.

13 Responses

  1. અત્યંત સરાહનીય પ્રયાસ …લોકગીત ની લિજ્જત અનેરી અને હંમેશા તરોતાજા અનુભૂતિ કરાવતી મહેક છે …આપ નિમિત્તે અમો તે લાહવો સમયાંતરે લેતા રહીશું ..સાહિત્ય ની સોડમ ને આમજ ફેલાવતા રેહજો …અભિનંદન

    Like

  2. બહેન,,,માતૃભાષા અને માતૃભુમિ થી મોટો કોઈ નથી..મને પણ ગુજરાતના લોકકથાઓ,લોકગીતો,લોકડાયરો ખુબ જ ગમે છે..જો તમે કદાચ અમેરીકામાં જોઈ શક્તા હોય તો ‘ઈ-ટીવી ગુજરાતી’ ચેનલ ઉપર શુક્રવાર થી રવિવાર સુધી ભારતીય સમય અનુસાર રાત્રે ૯ થી ૧૦ વાગ્યા હુધી લોકકથા અને લોકગીતો ખુભ જ સરસ કાર્યક્ર્મ આવે છે..હુ ક્યાંરેય ચુકતો નથી.મારા મોટા બા હારે આ કાર્યક્રમ જોવ છુ…આપનો બ્લોગ પણ ઘણો સરસ લ્યો…લ્યો તૈ રજા લવ છુ માતૃભુમિનું નામ લઈ ને…જય જય પાવનભુમિ ગુજરાત

    Like

  3. ધવલભાઇ આભાર ..
    વસંતરાજાના આગમનની વધાઈ ખાતી આ રચના મારા બ્લોગ પર
    આપી છે
    આપના વીચારો જરૂરથી જણાવજો .અને હા દુલા ભાયા ‘કાગ’
    વિષે વચવાનું ભૂલતા નહી …
    અને ખાસ જણાવાનુ તમારા બ્લોગ ફોટા પર ખુબજ સરસ છે મ્ને મોલો તો હૂ મારા બ્લોગ પર મુકિશ.કારન ખુબ અનુરૂપછે .

    .

    Like

  4. Hello

    How are you doing ?

    I am Hiren Dudhat, right now I am in Kampala, Uganda. I like Hemu Gadhavi’s voice so much let it be folk songs, Duha, Chhands, Natikas and etc. His CDs are available in the market?

    Please advice.

    Regards,
    Hiren Dudhat
    +256 715 725315

    Like

  5. welcome in gujarati Web Jagat

    Like

  6. bahot achha he, hamara best wishes apke sath he

    Like

  7. Congratulations for your sincere efforts to keep Gujarati music live in present times. I always enjoy Gujarati songs/poems/ bhajans.

    Like

  8. JAY GUJARAT .

    THIS IS ONE OF THE GREAT ATTEMPT .
    WISH U ALL THE BEST

    “JAY SAURASHTRA” “JAY GUJARAT” “JAY HIND”

    DHAVAL PAREKH
    MBA
    LECTURER OF PAREKH COLLAGE
    +919428183558

    Like

  9. પ્રજ્ઞાબેન,

    તમે સૌરાસ્ટના…તમે ગુજરાતી સાહિત્યપ્રેમી…

    અને, આ તમારો બ્લોગ છે સુંદર !

    આ સિવાય બીજા પણ બ્લોગોરૂપે તમે અન્ય પ્રસાદી આપી…

    ગુજરાતી બ્લોગ જગતમાં તમને સ્વાગત !..અને, અભિનંદન !

    આજે તમારો ઈમૅઈલ અને સાથે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ.

    તમોને પણ શુભેચ્છાઓ !

    …….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to my Blog Chandrapukar. Hope to see you soon !

    Like

  10. Excellent collection and great effort. Thank for all hard work. I also live in your area, Fremont.

    Like

  11. પ્રિય પ્રજ્ઞાબહેન

    આપની પોસ્ટ મને purvimalkan@yahoo.com પર મળે તેમ કરશો.

    Like

Leave a comment