પ્રભાતિયા

મિત્રો, આજે આપણે ‘ પ્રભાતિયા વિશેની વાતો કરીએ… અને પ્રભાતિયા વિષય પર લખવાની કોશિશ પણ કરીએ.મિત્રો આ વિષય ઉપર આપ નીચે કોમેંટમાં લખી તમારા વિચારો દર્સવિ શકો છો. અમે યોગ્ય સમયે એને જરૂર સમાવીશું……

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયાતુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

કુકડો બોલે અને સવાર પડે ….. ધીમો ધીમો પંખીઓનો કલરવ સંભળાય… ગાયના ભાંભરવાનો અવાજ સાથે એય …. લોકોની ચહેલ પહેલ થવા માંડે…નાનાજીના મદિરમાં ઘંટડી વાગવા માંડે ..અને ..પ્રભાતિયાના નાદ સંભળાય ……નાનાજી કહેતાપ્રભાતિયા સાંજે ગાઈ શકાય નહીં.કારણ વહેલી સવારે ગાવામાં આવતા ભજનનો પ્રકાર છે.પ્રભાતિયાની રચના જ એવી રીતે કરવામા આવી છે કે એ ગાવાથી અમુક ચોક્કસ પ્રકારના લયસ્પન્દનો ઉત્પન્ન થાય જેના દ્વારા શરીરના કેન્દ્રો જાગૃત થાય જેના માટેનો યોગ્ય સમય શાસ્ત્રોમા પ્રભાતનો જ ગણવામાં આવે છે ગુજરાતી ભાષામાં ભક્ત કવિ નરસિંહ મહેતાએ રચેલા અનેક પદો ગુજરાતનાં ઘર ઘરમાં પ્રભાતિયા સ્વરૂપે સાંભળવા મળે છે. જે પૈકી જાગને જાદવા, ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.પંખીઓનો કલરવ, મંદિરનો ઘંટનાદ, ગાયના ભાંભરવાનો અવાજ, અને કુકડો આ બધું અમરિકામાં …. જાણે એક સ્વપન ……….પરંતુ મિત્રો આમ થોડું વિસરી જવાય…તો ચાલો આપણે પણ સાભળીયે અને આપનાં બાળકો પણ સાંભળશે….

One Response

  1. very good efforts to keep Gujarati alive.

    Like

Leave a comment