“S A N E D O”

કળિયુગ આવ્યો અલ્યા કારમો, અને સહુ કળિયુગથી ડરે;
વહુને કઢાવે સાસુ લાંબા-લાંબા ઘૂમટા, પોતે મેક્સી પહેરી ફરે! લાલ સનેડો
સનેડો સનેડો ……..

મોટી ઉંમરે લગન થયાં અને દહેજમાં સાસુ આવી;
છાશવારે સાસુ માંદી પડે, કમાણી દવામાં સમાણી! લાલ સનેડો
સનેડો સનેડો ……..

હેરસ્ટાઇલ અને મેક-અપનું આજે બહુ ફાલ્યું છે બજાર;
ફેશન પાછળ બાયડી વાપરે, એના ધણીનો આખો પગાર! લાલ સનેડો
સનેડો સનેડો ……..

વરણાગીયો જુવાન જોઇને એની મીઠી વાતે મોહ્યાં;
સૌની ઉપરવટ થઇને ભાગી ગયાં, અને પછી પોકે-પોકે રોયાં! લાલ સનેડો
સનેડો સનેડો ……..

ડોશો ફાકે અલ્યા દાળિયા, અને ડોશી …….. તાણે;
વહુ પાડોશણમાં વાતું કરે, ઘડ્યા રોટલા કૂતરા તાણે! અલ્યા સનેડો
સનેડો સનેડો ……..

પરોઢે ઊઠી પૂજા કરે, અને પીપળે રેડે પાણી;
સાસુ બિચારી ઘરમાં ઢસરડા કરે, એ તો ભક્તાણી થઇ ફરે! લાલ સનેડો
સનેડો સનેડો ……..

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો, ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.સમાજના દરેક પ્રશ્નોનું દ્રષ્ટિબિંદુ ડાકલીના તાલે ગવાય છે.શહેરનાં લોકોએ ગુજરાતી લોકસંગીતના ઐતિહાસિક વારસાને સનેડો જાળવી રાખ્યો છે,.

Maniraj Barot Sanedo was the most popular song across Gujarat this year. Earlier Navratri’s Garba were used to end with Punjabi Bhangra but it was Maniraj who replaced Bhangra with his Sanedo.He brought rural folk songs in rich Gujarati’s drawing room. Discussed, controversial, popular, energetic Maniraj died while performing near Rajkot in Navratri.

Meaning of “S A N E D O”……

SANEDO, a typical folksong from north Gujarat and was a hit in the Navratri!..
original Sanedo song, there came a no. of songs and Bhaktigeets. .e.g Bhathiji no sanedo, mahakali no sanedo, ambe maa no sanedo, dashaamaano sanedo etc….
It is the product of old Bhavaee (the folkdrama of Gujarat).It gives massage also…સમાજનું દર્પણ છે..Sanado
The credit goes to a folk artist Mr. Arvind Barot, and late Maniraj Barot made it popular by singing and dancing on it!

અમદાવાદમાં ‘સનેડો સ્પેશિયલ’ તરીકે જાણીતા કુણાલ વ્યાસ ને વર્ષ ૨૦૦૬માં યુકે બેઝ્ડ યંગ ગુજરાત આટિર્સ્ટ એસોસિએશન તરફથી સંગીત ક્ષેત્રમાં યંગેસ્ટ ડાયરેકટર તરીકેનો એવોર્ડ મલ્યો છે.Asha Mehta from London

One Response

  1. Bah j sundae mahiti

    Like

Leave a comment