કસુંબલ ગીતોનો વૈભવ…. ઝવેરચંદ મેઘાણી અને હેમુભાઈ ગઢવીને અર્પણ

પ્રિય મિત્રો, નમસ્તે!

ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.

લોકસંગીત
એટલે શબ્દો અને સંગીત દ્વારા હ્દયમાથી પ્રકટેલી અનુભૂતિ…. દરેક પ્રકાર ની લાગણી ઓ જ્યારે શબ્દો માં ઢળે છે અને એ શબ્દો નો સમન્વય જ્યારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે …લોક સંગીત……….લોક સંગીતમાં દરેક પ્રકાર ની લાગણી ઓ નાં સૂર સમાયેલ છે… જીવન નાં સુખ દુઃખ,… ,..મિલન જુદાઈ,…પ્રેમ નારાજગી… આશા નિરાશા … આવા અર્થ પુર્ણ ગીતો લોકગીતમાં જોવા મળે છે ..લોક સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણા દિલ ને સ્પર્શી જાય છે. શબ્દો ને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીત નાં શબ્દો ની ગહેરાઇ ઉંડી ઉતરી હ્દય સુઘી પહોચી જાય છે,! …..ગુજરાતી લોક સંગીતમાં જે અભિવ્યક્તી છે તે દુનિયાનાં બહુ જૂજ સંગીતમાં જોવા મળે છે.…ચાલો માણીયે લોકગીત ,સંગીત., આવતી પેઠી એને વીસરી ન જાય માટે એને વગાડતા રહીયે .

મારા બ્લોગને જાણી અને માણી શકો. એ માટે આપના અભિપ્રાયો ,આપની ટિપ્પણીઓ સહર્ષ આવકાર્ય છે.

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ

-ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

Advertisements

11 Responses

 1. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ

 2. khubaj sunder tamaro blog che ane badhija rachana o khubaj sunder che
  mari social site gujarati ma tame avejo ane tamaro abhipryaye apejo

  http://gujaratikavitaanegazal.ning.com/?xgsi=1

 3. Pragna

  When I was teenager,I was very active in Gujarati Sugam Sangeet ind Lok Sangeet.
  We had a teacher Madhubhai Patel who was doing research in folk songs and we used to sing some songs together on the All India Radio.
  I am happy to know that you are trying to keep it alive.Wish you all the best and I will try my best to promote your website.
  jaya mehta

 4. તમારો બ્લોગ મને બહુ ગમ્યુ 🙂

 5. લ્યો તૈ,,,આદરનિય મેઘાણી સાહેબનો કસુંબો ચખાડ્યો હો !..દરેક ગુજરાતીના હોઠો પર રમતુ મેઘાણીનું આ ગીત મને અંત્યંત પ્રિય છે..

 6. ભુરીયોભાઇ

  વસંતરાજાના આગમનની વધાઈ ખાતી રચના મારા બ્લોગ પર
  આપી છે
  આપના વીચારો જરૂરથી જણાવજો .અને હા દુલા ભાયા ‘કાગ’
  વિષે વચવાનું ભૂલતા નહી …

 7. Pragnaben,

  Greetings,

  It is India`s pride that Jhaverchand Meghni was born on India`s soil. He was like a billion dollar or ever priceless jewel in India`s rich history of music, art and literature. I have observed that whenever any artist performs a stage program or private event, he will definitely remember the melodies of Jhaverchand Meghani or the performing artist will get a `Furmaish` from the audience.

  Whenever, I like to listen to Gujarati Music, I think of Jhaverchand Meghnai number of times.

  It is very good that you have been carrying on the rich traditions of Indian Music and keeping the music live in the hearts of Music lovers through the web.

  Thanks, Pragnaben for your candid efforts and involvement.

  Rajesh Shah
  Press Reporter, Gujarat Samachar,
  USA Edition.
  (KRISHNA ADVERTISING, USA)
  Cell: (510) 449-8374..

 8. આદરણીય રાષ્ટ્રીય શાયર ના ક્સુમ્બીના રંગને પીરસવા

  બદલ ખુબ આભાર.

  દીપાવલીની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન .

  સ્વપ્ન….પરાર્થે સમર્પણ.

 9. હાલાજી તારા હાથ વખાણું એ ગીત મુકશો એવી અરજ છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: