આજના બર્થ ડે સર્જક *દુલા ભાયા ‘કાગ’*

(લેખન સંકલન અને સ્કેચ ‘શિલ્પી’ બુરેઠા કચ્છ) *’રખેવાળ’દૈનિકપત્ર, 25/11/2022* **

હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો એ સમયમાં ગામમાં એક સાધુજી આવેલા તેમના મુખે “હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. સાંભળતા જ મનમાં થયેલું કે આતો અમારે ભણવામાં આવે છે. આ સાધુજીતો ભણ્યા નહીં હોય તોય તેમને આ કવિતા કેવી રીતે આવડે ? પણ એ સમયે ખબર નહોતી કે એના રચયિતા ‘કાગ’બાપુ આબાલવૃદ્ધ દરેકના હૈયે વસેલા છે. ‘ભગતબાપુ’ના હુલામણા નામે ઓળખાતા કવિ દુલા ભાયા કાગ ગુજરાત જ નહીં પરંતુ ભારતીય લોકસંસ્કૃતિનું એક એવું વ્યક્તિત્વ છે કે જેની તેમનો પરિચય આપવાનું મારુ તે શું ગજુ હોય? તેમનો પરિચય હું શું આપી શકું? તેમનો પરિચય આપતા આ શબ્દો કદાચ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના છે. “પાણકોરનું ધોતિયું,પાણકોરનો ડગલો,પાણકોરનો ફેંટો,ગળે એક પછેડી, કાળી ઘાટી લાંબી દાઢી અને માથા પર કાળા કેશનો ચોટલો. પાણીદાર છતાં પ્રશાંત બે આંખો, આજે યાદ કરું છું ત્યારે લાગે છે કે દીદારમાં અભિમાન, કડકાઈ અને વધુ પડતી ટાઢાસ પણ નિહાળેલી, કંઈક તો બાવા સાધુ જેવા ભાસેલ. રાત્રે એમણે સ્તુતિના ઝડઝમકિયા છંદો ગાયા ત્યારે એમના ઘેરા, ગંભીરા, મંદિર-ઘુમ્મટના રણકાર શા કંઠનો પરિચય થયો.છંદોની જડબાતોડ શબ્દ ગૂંથણીને આસાનીથી રમાડતી એમની જીભની શક્તિ દેખી. આ દુલાભાઈ કોઈ રાજ દરબારી કવિ નથી પણ ઘરધણી ખેડૂત છે,અજાચી ચારણ છે અને નિજાનંદ કાજે કાવ્યો રચે છે. એમની કવિતા નવા યુગના રંગોમાં ઝબોળાતી હોવા છતાંય પોતાનું ઘટ્ટ કઢાયેલું કાવ્યતત્વ પાતળું કરવા દેતી નથી. એના ગીતોનો શબ્દમરોડ વધુ ને વધુ ચોટદાર સંગીતમય અને દવતો બન્યો છે. સોરઠા-દુહાઓ હરકોઈ પ્રભાતે, પહોર બપોરે અથવા ભાંગતી રાતે મરશિયારંગી ઢાળે નાખીને ભગતજી જ્યારે ગાતા હોય ત્યારે એમના કંઠમાં એકતારો મંડાય જાય છે. એ દુહાના ગાન ઊર્મિઓના કપાટો ખોલાવે છે. આત્માને જો કોઈ વાચા હોય તો તે આવી દુહા -ગીતની ટપકતી વાચા હજો.” દુલા ભાયા કાગ એટલે લોકસાહિત્યની કંઠ પરંપરાને સંગ્રહસ્થ પરંપરામાં ગૂંથનાર લોકપ્રિય લોકકવિ. ગુજરાત જ નહીં,ભારત જ નહીં, પરંતુ ભારતની બહાર પણ વિદેશમાં વસતા દરેક ગુજરાતી જનહ્યદયમાં સ્થાપિત થયેલ પ્રખ્યાત ગુજરાતી કવિ, ગીતકાર, લેખક કે જેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આપણા લોકલાડીલા લોકગાયક શ્રી અરવિંદ બારોટ ભગતબાપુની વાણીને “ગાયના દૂધ જેવી નરવી વાણી” કહીને પોંખતાં કહે છે કે, “સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. સાત્વિક કાવ્યવર્ષાથી ગુજરાત ભીંજાતું રહ્યું છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે.નક્કર અનુભવવાણી છે.ધરતીનું ધાવણ પામીને ઉછરેલી વાણી છે.એટલે જ એમાં સચ્ચાઈનો રણકો છે. કોરી કલ્પનાઓ અને શબ્દોના સાથિયા નથી, પણ જિવાતા જીવતરનું ગાન છે.એટલે જ ગામડું હોય કે શહેર, ભણેલ હોય કે અભણ, માલેતુજાર હોય કે મજૂર-દરેકને સ્પર્શે છે.” દુલા ભાયા કાગનો જન્મ 25/11/1902ના રોજ સૌરાષ્ટ્રના કાગધામ (મજાદર) ખાતે થયો હતો. તેઓ ચારણ હતા. કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી બિરાજે છે, એમ તેમણે પણ ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી. તેમણે માત્ર 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને પછી તેઓ પોતના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા. જ્ઞાન,ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગ્રંથમાળા કાગવાણીમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે.જેના આઠ ભાગ આવ્યા છે, જેમાં ભજનો, રામાયણ, મહાભારતના પ્રસંગો અને ગાંધીજીની દર્શનશાસ્ત્ર તથા વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે. જો’કાગવાણી’-ભાગ -1(1935), ભાગ -2 (1938),ભાગ3 (1950), ભાગ-4 (1956),ભાગ 5(1958), ભાગ-6 (1958), ભાગ-7(1964) ‘વિનોબાબાવની’ (195. ‘તો ઘર જાશે, જાશે ધરમ(1959) ‘શક્તિચાલીસા’ (1960)’ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’, ‘શામળદાસ બાવની’ વગેરે છે ‘કાગ’બાપુનું અવસાન 22ફેબ્રુઆરી 1977ના દિવસે 74 વર્ષની વયે થયું હતું. ઘણા લોક ગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ “કવિ કાગ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે છે. કાગધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે “કાગ દ્વાર” બનાવામાં આવેલો છે. 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમના દુહાઓ માણીએ. ** ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે; માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ? પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા; માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ? જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું; છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ? ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે; છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ? કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી; ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ? આખર એક જતાં, કોડ્યું ન આખર કામના, મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા ! મોઢે બોલું ‘મા’, સાચેય નાનપ સાંભરે; મોટપની મજા, મને કડવી લાગે કાગડા ! અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં; તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા ! ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે; મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા ! મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં; પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા ! જનની કેરું જોર, રાઘવને રે’તું સદા; માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા ! મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં; ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા ! સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી; તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા ! જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે; જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા ! જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય, તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા ** *સાદર સ્મરણ વંદના*

આવોને રમીએ રાસ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

નવરાત્રી એટલે રાસ-ગરબાની રમઝટ. નવરાત્રીના ગરબા એટલે ગુજરાતની આગવી કલા પહેચાન. વિવિધ પોષાકો ને ઝાકમઝાળ સાથે, યુવાઓનો આ મનગમતો ઉત્સવ. રાસના વૈવિધ્યની સુંદર માહિતી દિવ્યભાસ્કર ન્યુઝ પર માણવા મળી…આવો આપણી સંસ્કૃતિના એ વૈભવને માણીએ.

મણિયારા રાસ / કણબી રાસ : 

મણિયારો રાસ

મણિયારો રાસ

 

રાસનાં 36 પ્રકારમાંથી ફક્ત પાંચ પ્રકાર જીવિત છે, મણિયારો પણ તેમાનો જ એક પ્રકાર છે. જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ‘મેર’ કોમ્યુનિટી દ્રારા ભજવાય છે. આ રાસમાં ખેલૈયા સફેદ કપડાં અને કમરે લાલ દુપટ્ટો બાંઘે છે. તેમજ માથા પર પાઘડી બાંઘે છે. તેમના ગળામા લાલ અને સોનેરી મોતીઓની માળા પણ પહેરેલી હોય છે.

ગુજરાતીમાં કણબી એટલે ખેડૂત. આ રાસ ખાસ કરીને જામનગરનાં ખેડૂતો સાથે જોડાયેલો છે. સ્ત્રી અને પુરુષ સામ સામે ડાંડીયા રાસ કરે છે, તેથી તેને ‘કણબી રાસ’ કહે છે. ઝડપી બેસવાની ક્રિયાને ‘બેસણી’ અને ગોળ ઘુમવાની ક્રિયાને ‘ચક્કર’ કહે છે.

……………..

 

અઠીંગો રાસ :

આ રાસ ડાંડીયા વડે ખેલાય છે, અને તેના મઘ્યમા વાંસનો ડંડો હોય છે. આ વાંસ સાથે જુદા જુદા કલરના દોરડાઓ બાંઘેલા હોય છે. રાસ રમતી વખતે દરેક ખેલૈયાના હાથમાં આ દોરડાનો છેડો હોય છે. રાસ રમતા સમયે આ દોરડા સમબાજુએ ગુંથાય છે અને છુટા પડે છે.

……………
ગોવાર રાસ :
ગોવાર રાસ 

.

આ રાસ લાકડાના રંગીન ડાંડીયા વડે રમાય છે. આ રાસમાં સંગીત અન્ય રાસની તુલનામાં ઝડપી હોય છે. ગોવાર રાસમા રંગબેરંગી હાથવણાટ કરેલા કપડા અને ટોપીનો પોશાક પહેરવામા આવે છે.

 

……………..
 
 
ડાંગી નૃત્ય : 

ડાંગી નૃત્ય

ડાંગી નૃત્ય

 

દુનિયાભરમાં સુપ્રસિઘ્ઘ ડાંગી નૃત્ય એ ડાંગના આદિવાસીઓમાં ખાસ લોકપ્રિય છે. કોંકણ, વારલી અને ભીલ જાતિના લોકો દરેક આનંદના પ્રસંગે આ નૃત્ય કરે છે, જેવા કે દિવાળી , હોળી. આમા, સ્ત્રીઓ અને પુરુષો હાથમાં હાથ પરોવીને એક સાંકળ બનાવે છે અને કલાકો સુધી નૃત્ય કરે છે. મુખ્ય શરણાઈ વાદક સુર બદલે છે અને નર્તકો પોતાની ચાલ બદલે છે.

…………………….

હુડો :

હુડો રાસ

હુડો રાસ

 

હુડોનો ઉદભવ એ સુરેન્દ્રનગરનાં ભરવાડ સમાજ દ્વારા થયો છે. હુડો એ તાલ અને રાસનું મિશ્રણ છે. ભરવાડ સ્ત્રીઓ અને પુરૂષો ઢોલના તાલ સાથે એકસુત્રતા બાંઘી હાથની તાળીઓ સાથે આ નૃત્ય કરે છે. ઉપરાંત પુરૂષો કાચના આભલા જડિત ભપકાદાર છત્રીઓ સાથે નૃત્ય કરે છે.

……………..

ટિપ્પણી રાસ

ટિપ્પણી રાસ

ટિપ્પણી : 

 

સોરઠના દરિયા કિનારે વસવાટ કરતા ખારવા અને કોળી સમાજનાં લોકો મુખ્યત્વે નાવિક હોય છે. તેમની સ્ત્રીઓ મુખ્યત્વે લેબરકામમાં જોડાયેલી હોય છે. કામના ઘોંઘાટને ઘટાડવા સ્ત્રીઓ ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. આથી તેને ‘ટિપ્પણી’ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે.

………………..

ગોપ રાસ

ગોપ રાસ

 

ગોપ રાસ : 

 

આ રાસ ‘ડાંડીયા રાસ’ તરીકે પ્રખ્યાત છે. જે નર્તકોના સમુહ દ્વારા ડાંડીયા વડે ગોળ વર્તુળમાં ભજવાય છે. તેના ગીતો મુખ્યત્વે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા હોય છે. ઝડપ અને આકર્ષકતા તેનાં મુખ્ય લક્ષણો છે. ઢોલનો અવાજ, રંગબેરંગી કપડાં સાથે ઝડપ અને ઉત્સાહ દર્શકોને મંત્રમુગ્ઘ કરી મુકે છે.

………………………………….
સનેડો
સનેડો :  
 
સનેડો એ ‘સ્નેહડો’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ સ્નેહ કે પ્રેમ એવો થાય છે. સનેડો મુખ્યત્વે ચાર પંક્તિનો બનેલો હોય છે. તેનો વિષય પ્રેમથી લઈને કટાક્ષ સુઘી કંઈ પણ હોઈ શકે છે. સનેડાનો ઉદભવ પાટણ જિલ્લાનાં ગામડાઓથી થયેલો છે. તેમાં વપરાતા સંગીત માટેના સાધનને ‘ડાકલું’ કહે છે.
……………………

ડાંડીયા રાસ

ડાંડીયા રાસ

ડાંડીયા રાસ :

ડાંડીયા રાસનો ઉદભવ માં દુર્ગાના માનમાં કરવામા આવતી આરાધનાથી થયો છે. આ રાસ એ મુખ્યવે માં દુર્ગા અને અસુરના રાજા મહિષાસુર વચ્ચેનાં યુઘ્ઘને દર્શાવે છે. આ રાસ દરમિયાન ખેલૈયા જટિલ મુદ્રાઓમા હાથ અને પગને સંગીતના તાલ સાથે તાલ મિલાવીને ભારે ઉત્સાહથી રાસ રમે છે. ડાંડીયાએ માં દુર્ગાની તલવારનું પ્રતિક છે. સ્ત્રીઓ પરંપરાગત અને રંગીન ભરતગૂંથણ કરેલ ચોળી, ઘાઘરા અને બાંઘણી દુપ્પટા પહેરે છે.

………………….

વિંછુડો : 

આ નૃત્ય એ મુખ્યત્વે સામાન્ય ભારતીય લોકગાથા પર આઘારિત હોય છે. વઘુમા એવું કહેવાય છે કે વિંછુડો એ ભારતીય સંસ્કૃતિના મહત્વના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે કે સવા બે દિવસના સમયને વિંછુડો કહેવાય છે. આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે.

About these ads

Occasionally, some of your visitors may see an advertisement here.

Tell me more | Dismiss this message

રસાસ્વાદ-અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં-વિનોદ પટેલ

"બેઠક" Bethak

   vinod patel         અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં …. નરસિંહ મહેતા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સર્વ શ્રેષ્ઠ ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ શબ્દોમાં વર્ણન ના થઇ શકે એવી ભવ્ય હતી. એમના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણનું નામ અને સંકીર્તન જ એમના જીવનનું જાણે કે એક ધ્યેય બની ગયું હતું. એમનું આખું જીવન કૃષ્ણમય બની ગયું હતું જેની ઝાંખી આપણને એમનાં અનેક પ્રભાતિયા, રાસ, રસિક પદો વિ.રચનાઓમાંથી  થાય છે .

આશરે ૬૦૦ વર્ષ પહેલાંના રૂઢીચુસ્ત સમાજમાં જ્યારે મરજાદી લોકો હરિજનોને અડવું એ એક પાપ ગણતા હતા એવા સમયે એમની ઉચ્ચ નાગર કોમના રોષની જરાયે પરવા કર્યા વિના હરીજનવાસમાં જઈને ભજન કીર્તન કરનાર નરસિંહ મહેતાની ભક્તિ,આંતરિક શક્તિ અને હિંમતને સલામ કરવાનું મન થાય છે..

નરસિંહ મહેતાની હૃદય પૂર્વકની આરાધનાથી પ્રસન્ન થઈને શ્રી હરીએ એમના આ પ્રિય ભક્તના સામાજિક પ્રસંગો જેવા કે પુત્ર શામળ શા ના વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરું , પિતાનું શ્રાધ એમ અણીના સમયે હજરાહજૂર થઈને…

View original post 1,005 more words

કવિ દુલા ભાયા કાગ

કવિ દુલા ભાયા કાગ,

મિત્રો તેમની બધી વિગત ભેગી કરી તમારી સમક્ષ રજુ કરુ છુ.

કવિ દુલા ભાયા કાગ…..
મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં ‘માતા યશોદાનું આંગણું ‘ એ ભાવ બધાં ભજનોના આત્મા સમાન છે.ભગવાન ક્રૂષ્ણ સવારમાં તોફાન કરેછે.છાશ ફેરવવાનો સમય થઇ ગયો છે.ગાયોની ધકબક લાગી રહી છે.વાછડાં કૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે. એવે સમયે દેવનારીઓ જુદાં જુદાં રૂપ લઇ છાશ માગવા નંદરાણીને આંગણે આવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેના ઘરનું થોડુંક કામ માગનારી બાઇઓ કરી આપે. આ બાઇઓના ટોળામાં લક્ષ્મીજી પણ આવેલ છે. તે નંદરાણીની હેલ લઇને પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશે માટીની કુલડી લઇ લાંબો હાથ કરી કહી રહી છે કે: ‘માતા !મને છાશ આપો.’ આ બધી ધમાલ વચ્ચે ભગવાન ક્રૂષ્ણનું તોફાન વધી જાય છે. માતા યશોદા ખિજાઇને એક દોરડાથી તેને મોટા ખાંડણિયા સાથે બાંધી દે છે.
અહો ! ધન્યભાગ્ય માતા યશોદાનાં! કે જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડો બાંધી લીધાં છે, એવો ભગવાન આજે એના દોરડા વતી બંધાય જાય છે.’હે માતા યશોદા! તારું ઘણા દિવસથી લેણું હતું: ચોપડા પણ બાંધી અભરાઇએ ચડાવી દીધેલા હતા; તે કરજ આજે ચૂક્તે થઇ ગયું છે.સ્રૂષ્ટિના સકલ જીવમાત્રમાં હે મા ! તારા જેવાં કોનાં ભાગ્ય વખાણું?’ ‘કાગ’ કહે છે કે ‘ હે મકતા ! ઉઘાડે પગે જગતનો નાથ જે આંગણામાં –ઓસરીમાં અને પગથિયાં પર ખેલે છે, એ પગથિયાંનો એક નાનકડો પાણો તે વખતે હું સરજાયો હોત તોપણ ક્રૂતાર્થ બનત’

(ગોઝારાં એનાં આંગણાં રે જી – એ રાગ)
માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
-નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી
મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક
ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી01
કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી02
જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી03
બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી04
’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી05

કાન તને રાધા ગમે કે ગમે મીરાં
એકે કાળજે કરવત મૂકી ને બીજી એ પાડયા ચીર કાન તને….
એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યા
બીજીએ જોબન ધૂણીને માથે તારા અલખ જગાવ્યા
એકે તૂને ગોરસ પાયા, બીજીએ ઝેર કટોરા
કાન તને…..
પંચરંગી પાનેતર તુજવીણ રાધાએ કદિ ન પેર્યા
મખમલિયાં મલિર મીરાંના અંગે કદિયે ના લ્હેર્યા
એકે ઓઢી શ્યામ ઓઢણી બીજીએ ભગવા લીરા કાન તને….
મલક બધાનો મૂકી મલાજો, રાધા બની વરણાગણ
ભર્યો ભાદરો મૂકી મેડતો, મીરાં બની વેરાગણ
એક નેણની દરસ દીવાની, બીજી શબ્દ શરીરા કાન તને….
હું કોનો છું પૂછો એટલું મળે કયાંય જો રાધા
મળે કયાંય તો પૂછો મીંરાને કોને વ્હાલો માધા
મારે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરાં
મારે તો મીંરા-રાધા રાધા-મીંરા મારે તો
– કવિ દાદ

Labels: 

મારે ઠાકોરજી નથી થાવું !
ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,
ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..
હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..
પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..
ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..
બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..
કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..
– કવિ ‘દાદ’

Labels: 

મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું
સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….
ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …
લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…
રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…

Labels: 

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..
કાળજા કેરો કટકો મારો….
છબતો નઇ જેનો ધરતી ઉપર,પગ આજ થીજી ગ્યો;
ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો….
કાળજા કેરો કટકો મારો…
બાંધતી નઇ અંબોડલો, ભલે હોય ઇ  છૂટી ગ્યો;
રાહુ થઇ ઘૂંઘટડો મારા,ચાંદને ગળી ગ્યો-
કાળજા કેરો કટકો મારો…
આંબલી  પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;
ધૂબકા દેતી જે ધરામાં, ઇ આરો અણોહરો-*
કાળજા કેરો કટકો મારો…
ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;
ધારથી હેઠી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો-
કાળજા કેરો કટકો મારો…
લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો રયો;
જાન ગઇ જાણે  જાન લઇ; હું તો સૂનો માંડવડો-

કાળજા કેરો કટકો મારો.

આભાર

-સૌજન્ય  http://allsahitya.blogspot.com/

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..

માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..

નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..

કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા હો.. જી..

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..

” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..

– દુલા ભાયા ‘કાગ’

મિત્રો આ ગીત ટહુકા પર સાંભળી શકશો— http://tahuko.com/?p=12512
કવિશ્રી દુલા ભાયા કાગ -”કાગબાપુ”-
અમે તમારાં ભજનો ગાઈને તમને યાદ કરીએ છીએ. !હૈયાનાં ઉંડાણોમાંનો આ અતિથિ સત્કારનો સાદ ઝીલવાની અને સાચવીને ઉપયોગમાં લેવાની શક્તિ અને બુદ્ધિ પરમ કૃપાળુ પરમેશ્વર સૌને અર્પે!એ એમને માટે સાચી અંજલિ બનશે

‘પર ધન પર ઘરા મહીં, ભાયલ લેતો ભાગ
પણ ભાયા તારાં ભાગ્ય, દુલા જેવા ‍દીકરા.

દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્‍ય બની જાય.. . ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા …….કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્‍કૃતની સાહિત્‍ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય……….અને લોકહૈયામાં એવાં તો વસી જાય
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેકરામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. (૬)

-કવિ શ્રી દુલા ભાયા કાગ

એકવાર ગીગા રામજીને ત્‍યાં પધારેલા સંત મુકતાનંદજીને તેઓ મળ્યા. દુલા કાગ સંત મુકતાનંદને કહેવા લાગ્‍યા: ‘મારે તો કચ્‍છ જઇ પિંગલની પાઠશાળા-પોષાલમાં જઇ અભ્‍યાસ કરવો છે. ’ સંત મુકતાનંદ કહે:‘કયાંક જવાની જરૂર નથી. ’ બધું અહીં જ છે. તેઓએ કિશોર દુલાની આંગળીઓમાં આંગળીઓ પરોવી અને આંખોથી દુલાને ભાવપૂર્વક નીરખ્‍યો અને આજ્ઞા આપી ‘જા, સવૈયો લખી લાવ. ’ કિશોર દુલાએ સત્તર વર્ષની વયે લખેલા સવૈયા દુલા કાગને સવાયા ચારણ બનાવી દે એમાં કોઇ શંકા નથી.
દુલા કાગનો રાષ્‍ટ્રપ્રેમ પણ અનન્‍ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્‍ય પામવા પ્રયત્‍ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસાહિત્યની એક આગવી પ્રતિભા પદ્મશ્રી દુલાકાગનો જન્મ ભાવાનગર પાસેના એક ગામમાં થયો હતો. બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા. દશ વર્ષની વયે ગૌસેવાનું વ્રત લીધું. મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્રાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકિ બન્યા. ‘વિચારસાગર’, ‘પંચદર્શી’અને વાણી સાથે વહેતી થયેલી દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતાં અસ્ખલિ ધોધ બની રહી. પરંપરાગત ચારણી ઘાટીના એમના કાવ્યગાને હજરોની સભાઓ ડોલાવવા માંડી. એમણી રચેલી ‘કાગવાણી’નું ગુંજન લોકોનું સંસ્કારધન બની ગયું છે. વિનોબાજીના ભૂદાનના ખ્યાલને એમણે આત્મસાત કર્યો. પોતાની કોમની સંકુચિતતાના અનેક ઘા ખમીને એમણે ચારણોની ઉન્નતિમાં હંમેશા રસ લીધો હતો. ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતા રાખનાર કવિ કાગને ભારત સરકારે પદ્મશ્રીનો ઈલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું. તા. ૧૨-૨-૧૯૭૭ના રોજ એમણે સદાયને માટે આંખો મીચી દીધી.

નામઃ દુલા ભાયા કાગ -”કાગ બાપુ”-
જન્મઃ ૨૫-૧૧-૧૯૦૨
અવસાનઃ ૨૨-૦૨-૧૯૭૭
જન્મસ્થળઃ મજાદર ( તા. મહુવા, જિ.ભાવનગર)
અભ્યાસ: પાંચ ધોરણ
Dula Bhaya Kag was born in year 1903, he was renowned poet, social reformer and freedom fighter
. He was born in Village “KAGDHAM” (Majadar), near Mahuva in Gujarat. He hailed from Charan caste. The subject of his poems was mainly spiritual and devotional, he also wrote eulogical poems for Mahatama Gandhi and Vinoba Bhave. His poems are published in eight volumes known as Kagvani.

આભાર -સૌજન્ય –http://nilkanthvasukiya.blogspot.com/2011/07/blog-post_18.html

મિત્રો આ ગીત ટહુકા પર સાંભળી શકશો—http://tahuko.com/?p=7562
 

ઘટો ઘટ એમ…….. મેઘાણી (ભાગ ૧)-તન્મય શાહ.

ઘટો ઘટ એમ…….. મેઘાણી (ભાગ ૧)

ઝવેરચંદ મેઘાણી… એટલે કોણ ? હું એમને એક સાહિત્યકારથી વધુ કાંઈ નોહ્તો સમજતો. (કેટલો નાદાન!) પરંતુ વાસ્તવમાં ઝવેરભાઈ કાલિદાસ મેઘાણી…કોણ હતા એનો તાદ્રશ્ય નજારો જોવા મળ્યે એ ધન્ય ઘડીએ… જયારે બુક ફેરના છઠ્ઠા દિવસે નોહ્તું જવું અને પગ ખેંચી ગયા! બેઝીકલી ગઝલ, કાવ્યમાં રસ ખરો…. પણ લોક સાહિત્યનો પરચો………. બાપ રે ! ઝબ્બરનો બાકી હોં…… હારા હંધાય કાનું હવળા થે જ્યા..! મારા પોતાના હથોડા પર આજે કન્ટ્રોલ કરી….. શ્રી વસંતદાન ગઢવી (વી. એસ. ગઢવી) એ શબ્દ દેહે રજુ કરેલ ઝવેરભાઈને માણીએ… (યાદ રહ્યું છે એટલું… એ દિવસે કોઈએ કાગળ પણ નોહ્તો આપ્યો સો સેડ)

Image
****
૧૯૪૩ થી… મેઘાણીભાઈનું…. લોક સાહિત્યનુ ગ્રંથીકરણ થવાનું શરુ થયું. ત્યારે ઉડીને એક વાત આંખે વળગી… આ લોક સાહિત્ય એટલે શું ? એ ક્યાંથી આવ્યું ? કોણે લખ્યું ? લોક સાહિત્ય આવ્યું લોકો માંથી! લોકો થકી, લોકો વડે બોલાયેલું, ગવાયેલું, જીવાયેલું, જીવન, લોક જીવનનું સંવર્ધન, સામાન્ય લોકોની અસામાન્ય વાતો… એટલે લોક સાહિત્ય! અને એ સાહિત્યને ચિરંજીવ કરનાર, શિક્ષિત સમાજને એક વણ ઓળખાયેલા ચોથા પાંચમાં વિશ્વના અશિક્ષિત લોકોની ઓળખાણ કરાવનાર ઝવેરચંદ મેઘાણી!

ગીતો તો… અનાદિ કાળથી ગવાયા છે અને ગવાતા રહેશે. નરસૈયા, દયારામ, દલપતરામ, પ્રેમાનંદ થી ય પહેલા… ગવાયા, પડઘાયા, ઓળખાયા, રમાયા, જીવાયા હશે! લોકગીત લોક સાહિત્ય એટલા માટે અમર છે કારણકે એ લોકો વડે જીવિત છે! લોકોમાં જીવે છે! સામાન્ય લોકોની અસામાન્ય વાતો એટલે જ તો લોક સાહિત્ય!

ધોબીના કપડાં પછાડતા આવતા તાલે જે ગીત ગવાયું હશે, એ આજ તો હશે?!
દરણું દળતા ડોશીમાં ઘંટીના તાલે જે કૃષ્ણે યાદ કરતા પ્રભાતિયા ગાતા હશે, એ આજ તો હશે?!
વલોણાંના તાલે છાસ વલોવતી સન્નારીઓ જે ગાતી હશે, આજ તો હશે?!
વણકરે કપડું બનાવતા જે દિલથી ગાયું હશે, આજ તો હશે?!
પ્રગલ્ભા ગુજરાતણોના ગરબા… જેમાં ટોળાની અરાજકતા નહિ… પરંતુ સમુહની સમાધીનતા દર્શાય ત્યારે ગવાતું સંગીત….. આજ તો હશે ?!

તમે જોશો કે.. પુરાતન કાળ… કાલિદાસના વખતથી કવિઓ ને વર્ષા ઋતુનું વિશેષ આકર્ષણ રહ્યું છે. પણ આખાય વિશ્વમાં વર્ષના આગમનની સૌથી પહેલી ખબર આકાશના બદલાતા રંગો વડે ગોપ ગોવાળોને પડે છે ! કેમ નહિ આખરે વર્ષા એજ તો એમનો ઈશ્વર છે ! અને એમના ગોપનાયકને આમન્ત્રણ…….. વાં વાયાને વાદળ ઉમટ્યા…. ગોકુળમાં ટહુક્યા મોર… શામળિયા હવે આવો.. આપણે રમીએ.. હવે વખત થઇ ગયો…. અને એજ ગોવાળો વરસાદના મોડા પડવાની કે ન આવાની ફરિયાદ પણ કરે જ છે ને ! ઘાણ વ્સુક્યા, કુવા હેઠા ઉતર્યા, ધાન સુક્યાં, ધન ખૂટ્યા… હવે શું કામ આવ્યો ? જયારે ગામ તારું કરવું પડ્યું અમારે ?!
****

Image
આવી તો કૈંક વાતો, દાખલા, સત્ય ઘટનાઓ ધરબાયેલી પડી છે. લોક સાહિત્ય કોઈ કરતા કોઈ કાળે ફેન્ટસી મને તો ન લાગી ! નારી વાસ્તવિકતા… લોકો વડે જીવાયેલી, જીરવાયેલી માત્ર વાસ્તવિકતા…. ઘણા બધા પ્રસંગો યાદ કરાવ્યા જેમાંના બે આપની સમક્ષ મુકું છું… (બેક ટૂ ગઢવી સાહેબ)
****
બગવદરના હેલીબેન.. પાક્કા મેં’ર…. પાસે જયારે મેઘાણીભાઈ કાવ્યો લખવા ગયા ઠરે એમને જોતા જ હેલીબેન છક્ક થઇ ગયા’તા ! રાજ મેહમાન પણ લેશ માત્ર અભિમાન નહિ ! નીચે બેહી જાય, રોટલા જાતે ટીપે, જેમ કયો એમ કરે! હેલીબેન ગામડાના માણહ. એટલે બોલતા ના ફાવે…. ગાઈ હ્મ્ભળાવે ને મેઘાણી મુંડી ઘાલી લખ્યા કરે !.. ઈમને ગાતા જોઈ આસ પાસની મેં’ર બાઇયું ભેળી થઇ ગઈ… ને પસી તો આખો દન ગીતો રાહ્ડા હાલ્યા… રાતે મેઘાણીને કીધું : અમને હામ્ભલ્યાં… હવે તમે ગાઓ… ને મેઘાણીને હામ્ભ્ળી, હેલીબેનતો દંગ રી જ્યાં..! એમના કરતાય સારા લય તાલ સાથે એમના જ ગીતો આ બારથી આવેલો લંબર મુછીયો ગાતો ‘તો ! હેલીબેનને ઘેર જ વાળું કરી, હવારે ચાર ગાઉં છેટે આવેલા બરખલા જાવા માટે તૈયાર ગાડું જોઈ મેઘાણી બોલ્યા : બા આ શું ?
હેલીબેન ગળગળા સાદે બોલ્યા : ભા, ગાડું સે…. ચાર ગાઉની મુસાફરી સે એટલે…
પછી મેઘાણી બોલ્યા : ખાસ કરવો વિના એક સજીવે બીજા સજીવનો ભાર શાને વેઢારવો ??!! હું હાલીને જ જઈશ !
પરજીવ માત્ર પર આવી માણસાઈ આવડા મોટા રાજ કવિમાં જોઈ હેલીબેન એમને આવજો ન કહી શક્યાં… ગળે બાઝેલા ડુંમાં ને લીધે! હું જયારે હેલીબેનને મળ્યો ત્યારે મેં એમની ૯૩ વર્ષની પાકટ છતાં ભીની આંખે મેઘાણીને સદેહે જોયા ! આહ્હ્હ..શું જીવંત મુલાકાત હતી એ…….. માત્ર એક દિવસની !

મહુઆ પાસેનું ખારવા ગામ. જ્યાં એક વૈષ્ણવ શેઠને ત્યાં ભગતબાપા સાથે મેઘાણીને જવાનું થયું. ત્યાં શેઠનું વહાણ ભરાતું હતું…… જેમાં એક ડોશી પણ ઇંટો ભરતી દેખાણી… મેઘાણીથી રેવાયું નૈ ને પુસી બેઠા ડોશીને : માં, આટલી ઉંમરે આવી મજુરી ? છોરો કપાતર નીકળ્યો કે શું ?

ડોશી : ના ભાઈ એ શું બોલ્યા… છોરો તો હતો તારા જેવો.. આ શેઠનું વ્હાણ લઈને જ્યો તો દરિયામાં…… દરિયાને ય ગમી ગયો… તે રાખી લીધો !

મેઘાણી : તે બ… આ શેઠ પાહે વળતર માગ્યું? ન દે તો હું વાત કરું ? મેં’માન સુ એનો… વાત નૈ ટાળે !

ને ડોશી બોલ્યા : ના ભાઈ, મારા છોકરાને હાથે શેઠું આવડું મોટું વ્હાણ ડૂબ્યું…. ને હું વળતર માંગું તો મારી માણસાઈ લાજે દીકરા……….

ડોશી તો આટલું બોલી હાલતા થઇ ગયા.. પણ મેઘાણી ન્યા ને ન્યા જ પોક મેલી રડવા બેહી ગયા! ને પાહે ઉભેલા ભગત બાપાને કીધું….. : બાપા આ શેઠ અને આ ડોશી…. બે માં વૈષ્ણવ કોણ ??!!

જીવતાની હારે જે જીવતો હોય એને જ અધિકાર હોય “પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ…. ” લખવાનો, બાપલીયા!

મેઘાણી ૨૨ માં આવ્યા કલકત્તાથી… ને ૪૭ માં તો હાલી નીકળ્યા…પણ એ પચ્ચીસ વર્ષોમાં ૨૫૦ વર્ષોનું કામ કામ કરી ગયા…! એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપનાર, ગાંધીજીએ એમની શ્રદ્ધાંજલિમાં ફૂલછાબમાં લખેલું : “અત્યારની પરિસ્થિતિના ડોહ્ળાયેલા જનજીવનને નીરક્ષીર તારાવનાર જ ખરા સમયે ચાલી નીકળ્યો! હવે એની ખોટ નહિ પુરાય.

ઝવેરચંદ મેઘાણીને સાદર પ્રણામ………..

Image

****

લોકસાહિત્ય અને એના પર્યાય એવા મેઘાણીનો પરિચય…. એ સંશોધનમાં જાત ખૂપાવી દેનાર.. વી એસ ગઢવી સાહેબના શબ્દોમાં ! થેન્ક્સ AMC વન્સ અગેઇન ! ફરીથી કહું ચુ, મને લોક સાહિત્ય વિષે કોઈ જ ભાન નોહ્તું અને એ ૫૫ મિનીટ પછી હું મારી જાતને સાવ વામણી અનુભવવા લાગ્યો હતો.

સોરઠી સંતો, સૌરાષ્ટ્રની રસધાર, સાવજ વીર, જેસલ તોરલ, સત દેવીદાસ….. નામ જ સાંભળ્યા હતા.. આજે પરિચય થયો હતો. ભલે હું છંદ શીખી રહ્યો છું……પણ સાચું કહું તો PHD માટે ય મેઘની થી વધુ સારો વિષય કોઈ હોઈ ન શકે. શીખવો તો મેઘાણી!

આભાર ~એજ તન્મય..!ને

સૌજન્ય ​——-http://tanvayshah1053.wordpress.com

મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા

મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા

 

Youthfulness

મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્‍ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્‍તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્‍ણા  રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્‍યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે કે, વધુ ગીતો શે લખાય ?’’

       રાષ્‍ટ્રપિતાએ જેમને રાષ્‍ટ્રીય શાયર માન્‍યા, બીરદાવ્‍યા એવા આ મહા કવિના વિચારોમાં કેટલી નમ્રતા તેમજ લાગણીશીલતા દેખાય છે? કવિને મન તેના પ્રિય ભાવકોની સ્‍વિકૃતિથી વિશેષ મહત્‍વનો કોઇ ઉપહાર નથી. ભાવકોના દિલમાં સ્‍થાન મેળવવું તેની તોલે કોઇ ઇનામ કે એવોર્ડ આવી શકે નહિ. ખાસ કરીને તે સમયના તરૂણોને મેધાણીભાઇની વિવિધ રચનાઓમાં પોતાની મનોસ્‍થિતિનું જીવંત તેમજ આબેહૂબ પ્રતિબિંબ દેખાયુ. તરુણોએ જયારે આ કાવ્‍યોને ખોબે અને ધોબે વધાવ્‍યા, અપનાવ્‍યા ત્‍યારે કવિને તેમના વિશે સાંપ્રત કાળને અનુરૂપ વધારે રચનાઓ લખવાનો સંકલ્‍પ થયો. આવી રચનાઓ જોઇએ તેટલી લખાતી નથી તેની મીઠી ખટક પણ રહી. કાળના એ પડકારરૂપ પ્રવાહમાં મેધાણીભાઇની છટાથી, તેમના હાવભાવથી તથા તેમની અસ્‍ખલિત વાણીના વેગીલા પ્રવાહથી યુવાનો તેમને સાંભળવા તલપાપડ હતા.

મુંબઇ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતી વસનજી ઠકરાર વ્‍યાખ્‍યાનમાળાના પાંચ પ્રવચનો તેમણે ૧૯૪૩ માં પસ્‍તુત કર્યા. પ્રથમ પ્રવચનથીજ જાણે કે આ કાઠિયાવાડી કવિએ મુંબઇના અનેક અધ્‍યાપકો, નવયુવકો પર વશીકરણ કર્યું. શ્રી કૃષ્‍ણલાલ મો. ઝવેરી લખે છે કે આ વ્‍યાખ્‍યાનમાળાને પરિણામે ગુજરાતી સાહિત્‍યને ઉત્તમ કોટિના વ્‍યાખ્‍યાન મળ્યા. મેધાણીભાઇના પ્રથમ વ્‍યાખ્‍યાન સમયે શ્રી કૃષ્‍ણલાલ ઝવેરી એ સભાના પ્રમુખ તરીકે હતા. મેધાણીનું નામ એવું કે તેમને સાંભળવા, જોવા હાજર રહેલા સૌ ઉત્‍સુક હતા. તેમને બધા જોઇ શકે તે માટે તેઓને ટેબલ પર ઉભા રહીને પ્રવચન કરવાની વિનંતી કરવામાં આવી જે તેઓએ તરત જ સ્‍વીકારી. તેમના બુલંદ અવાજ તથા પ્રસંગને અનુરૂપ વિશિષ્‍ટ હાવભાવથી તેઓ શ્રોતાજનો પર છવાઇ ગયા. હોલની બહાર પણ માણસોના ટોળા ધ્‍યાનપૂર્વક સાંભળવા માટે સ્‍વયંશિસ્‍ત જાળવી ઉભા હતા. હૈયે હૈયુ દળાય એવી મેદની એક મહાવિદ્યાલયમાં લોક સાહિત્‍ય સાંભળવા એકત્રિત થયા તે પણ એક ઐતિહાસિક ઘટના ગણાય. કોન્‍વોકેશન હોલની બહાર પણ ઉભેલા શ્રોતાઓ લાઉડસ્‍પીકર વગર તેમને સાંભળી શકે તેથી સંપૂર્ણ શાંતિ સહેજે જળવાતી હતી. યુવાનોના મોટા વર્ગ પાસે સાહિત્‍યની વાતો મેધાણીભાઇ કરતા હશે ત્‍યારે જરૂર યુવકોને તેમના મનના મનોરથનું જીવતું જાગતું પ્રતિબિંબ દેખાતુ હશે. આ સિવાય વકતા-શ્રોતાઓ વચ્‍ચે  આવું અનોખુ અનુસંધાન ભાગ્‍યેજ સંધાયેલુ જોવા મળે, સાહિત્‍યના સત્‍વશીલ પ્રવાહનું મેધાણીભાઇના માધ્‍યમથી થયેલું આ અનોખું આરોહણ અહોભાવ પ્રેરક છે.

યુવાનોના ઉમંગ તથા જોશને બીરદાવતા શબ્‍દો આ પંકિતઓમાં તેમણે વહાવ્‍યા.

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ.

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.

જેમના દિલોદિમાગ પર વીરતા અને બલીદાનનો ઉજળો ઓછાયો પડયો હોય તે યુવાન જ નેકટેકની રક્ષા માટે જીવનના ભિષણ સંગ્રામમાં ઝૂકાવી શકે અને ટકી શકે. રેવા તીરે વસેલા રળિયામણા રાજેસર ગામનો યુવક સૂર્યાસ્‍તની પવિત્ર સાક્ષીએ, ભાંગતા અવાજે અને ઘાયલ શરીરે પોતાના મિત્રના માધ્‍યમથી જે સંદેશાઓ કહેવરાવે છે તે આવી ખુમારી ભરેલી યુવાનીનો ખરો પ્રતિનિધિ છે. વૃધ્‍ધ માતાને, વહાલસોયી બહેનને, ભોળા ગ્રામવાસીઓ તથા કાળી આંખોવાળી પ્રિયતમાને કહેવા માટે જે ઉર્મિઓ તેની વાતમાં ઉભરાય છે તેની આગળ સાગરની લહેરો પણ કદાચ ફિકકી લાગે. કાળજીનો, વાત્‍સલ્‍યનો, મર્દાનગીનો સુમધુર સુર તેના જીવનના સાફલ્‍ય ટાણાને અવનવા રંગોથી ભરી દે છે. તેનું આખરી પ્રયાણ જાણે તખ્‍તો છોડીને ગરવાઇ અકબંધ રાખીને જતા કોઇ શહેનશાહ જેવું લાગે છે. તેનો આત્‍મા માયાના બંધનોમાં વિંટળાઇને રહેનાર હતો જ નહિ. આ તો મુકત આત્‍મા હતો, તેને ચિર યૌવન પ્રાપ્‍ત હતું અને અનંતમાં પોતાને પ્રિય એવા બંધનમૂકત ઉડૃયન તરફ તેની સમગ્ર ગતિ હતી.

માડી ! હું તો રાન પંખીડું,

                                                  રે માડી ! હું વેરાન પંખીડુ

                                                  પ્રીતિને પીંજરે મારો જંપિયો નો ‘તો જીવ તોફાની રે,

                                                  સુના સમંદરની પાળે.

રેવાના ઘેરા નાદ અને સંગ્રામ સ્‍થળની ભિષણતા વચ્‍ચે પણ યુવાનના મનોભાવનું આવુ મોહક ચિત્ર મેધાણી જેવા સર્જક જ પ્રગટ કરી શકે.

રાજકોટની ધમેન્‍દ્રસિંહજી કોલેજમાં ભણતા કવિ શ્રી મકરંદ દવે કોલેજોના યુવાનો પર મેધાણીની રચનાઓની અસર તેમજ તેમની વાત કરવાની અર્થપુર્ણ શૈલીને યાદ કરીને એક સારુ સંભારણું લખે છે. કોલેજમાં મેધાણીનો કાર્યક્રમ હતો. તેમણે એક પંકિત ગાઇ જે યુવાનોમાં બરાબર ઝીલાઇ.

                                                 મુને ન જાણીશ એકલી

                                                 મારા ગુર્જર ચડે નવ લાખ રે !

મેના બાદશાહને ચેતવણી આપતા (મેના ગુર્જરી) કહે છે કે મારી સાથે ગુસ્‍તાખી કરતા પહેલા વિચારજે. હું એકલી નથી. મારી પાછળ, મારી રક્ષા માટે નવલાખ ગુર્જરો તારૂ પગેરુ દબાવતા આવશે ત્‍યારે તારી ખેર નહિ રહે! કોલેજના યુવાનોને આ વાત કહેતા મેધાણીભાઇ સહસાજ તેમને પ્રશ્ન કરી બેસે છેઃ આ કોલેજમાં ભણતી કોઇ દિકરી, બહેનને તમારી ઉપર, અહીં એકઠા થયેલા યુવાનો પર આટલો ભરોસો છે ખરો ? જો તેમ હોય તો કોઇ અનિષ્‍ટ તત્‍વની આંખ પણ તેમના તરફ ફરકી શકે નહિ. યૌવનને ઉજાળવા તેમજ તેમની ઉજળી બાજુને રંગ ચડાવવા તેમણે તેમની અવિરત ચાલતી રઝળપાટમાંથી ઘણો સમય કાઢયો.

સમગ્ર દેશમાં જયારે ગાંધી ચિંધ્‍યા માર્ગે બ્રિટીશ સત્તાને હાંકી કાઢવા સંગ્રામ ચાલતો હતો ત્‍યારે તેનો અગ્નિ વિશેષ પ્રજવલિત કરવામાં મેધાણીના શબ્‍દોનો મોટો ફાળો રહ્યો. તરૂણોના મનોરાજયને બીરદાવતા તેમણે જાનદાર શબ્‍દો લખ્‍યા.

કોઇ પ્રિયજન તણાં નેન રડશો નહિ !

                                               યુધ્‍ધ ચડતાને અપશુકન ધરશો નહિ !

                                               કેસરી વીરના કોડ હરશો નહિ !

                                               મત્ત યૌવન તણી ગોત કરશો નહિ !

                                             રગરગિયા, રડિયા ધણું, પડિયા સૌને પાય,

                                            લાતો ખાધી, લથડિયાં એ દિન ચાલ્‍યા જાય.

ડગલે ને પગલે માતૃભૂમિના થતા અપમાનનો અંત લાવવા આ યુવાનોએ જયારે જંપલાવ્‍યુ છે ત્‍યારે તેમના તો વારણાંજ લઇ શકાય, તેમના માટે વિલાપ કે રૂદન અપ્રસ્‍તુ છે. ફનાગીરીનો નિર્ધાર કરીને હોમાયેલા ક્રાંતિવીરોને રંગ દેતા તેઓ એક સર્જક તરીકે ખૂબ ખીલ્‍યા  છે.

વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન,

                                           રોપાણાં ત્રણ રૂખડા હો..જી,

                                           વીરા ! એની  ડાળિયુ ચડી આસમાનઃ

                                           મુકિતના ઝરે ફૂલડાં હો..જી.

મેધાણીનું સાહિત્‍ય, તેમણે મહામહેનતે, તપશ્ચર્યા કરીને મેળવેલુ સાહિત્‍ય હોવાથી ખરેખર ચિર યૌવન પ્રાપ્‍ત સાહિત્‍ય હોય તેવી સતત પ્રતિતિ થયા કરે છે. આથી કોઇપણ કાળે યુવકોને તેનું આકર્ષણ રહેશે જ તે બાબત નિર્વિવાદ છે. યુવાનોને અતિપ્રિય એવા આપણાં આ કવિની વાણીને, તેના અમૂલ્‍ય યોગદાનનેતેના જન્‍મ દિવસના આ મહીનામાં સવિશેષ યાદ કરીએ.

***Thanks to – Vasantsgadhavihttp://vasantsgadhavi.wordpress.com/

ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય હવે ચિત્રવાર્તા સ્વરૃપે

ગુજરાતી સાહિત્યમાં નવતર પહેલ

– ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય હવે ચિત્રવાર્તા સ્વરૃપે

– ઓલટાઈમ ગ્રેટ ગણાતી સૌરાષ્ટ્રની રસધારમાંથી પસંદ કરેલી પાંચ વાર્તા

ગુજરાતીનું વાચન ઘટતું જાય છે કે પછી નવી પેઢીને વાચનમાં સ્હેજપણ રસ નથી એવી ફરિયાદો વારંવાર થતી રહે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નવી પેઢીને તેઓને પસંદ છે એવી પધ્ધતિથી આપવાના જ્યારે પણ પ્રયાસ થયા છે ત્યારે એ જરૃર સફળ થયા છે. ગુજરાતી ક્લાસિક સાહિત્ય નવી પેઢીના બાળકો સુધી પહોંચે એવો નક્કર અને અભિનવ પ્રયાસ શહેરના સાહિત્યપ્રેમી યુવાન મિતેષ સોલંકીએ કર્યો છે. તેમણે રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સુવિખ્યાત સૌરાષ્ટ્રની રસધારમાંથી પસંદ કરેલી પાંચ વાર્તાઓને ચિત્રકથા સ્વરૃપે રજૂ કરી છે.
ટોમ એન્ડ જેરી, હેરી પોટર, સ્પાઈડરમેન કે ટારઝન જેવા પાત્રોથી આખી દુનિયાના બાળકો પરિચિત છે. આ દરેક પાત્રો આરંભે તો નવલકથા સ્વરૃપે જ પ્રગટયા હતા પરંતુ પછીથી તેને ચિત્રકથા તરીકે રજૂ કરાયા બાદ એ દરેક પાત્રોની લોકપ્રિયતા વધી હતી. કંઈક અંશે આવો જ પ્રયાસ મિતેષ સોલંકીએ કર્યો છે. એ માટે તેમણે ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ પર પસંદગી ઉતારી છે.
નેવુ વર્ષ પહેલાં લખાયેલી સૌરાષ્ટ્રની રસધાર એ ગુજરાતી લોકસાહિત્યની ઓલટાઈમ ગ્રેટ શ્રેણી ગણાય છે પરંતુ તેની જૂની ભાષાને લીધે એ દરેક વાર્તાઓમાં ભારોભાર સત્વ હોવા છતાં નવી પેઢી સુધી પહોંચતી નથી એવું ધારીને મિતેષ સોલંકીએ કેટલીક પસંદ કરેલી વાર્તાઓને ચિત્રકથા સ્વરૃપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. બાળકો ઉપરાંત મેઘાણીના ચાહક એવા મોટેરાંઓને ય રસ પડે તે રીતે તેમણે વાર્તાને ટૂંકા અને સરળ વાક્યોમાં ઢાળીને બેનમૂન ચિત્રો સાથે રજૂ કરી છે. પ્રથમ તબક્કે તેમણે રંગ છે રવાભાઈ, મોખડાજી ગોહિલ, કલ્યાણસંગ, ઓઢો ખુમાણ અને જાદવ ડાંગર એ પાંચ પાત્રો પસંદ કર્યા છે.
આ અભિનવ પ્રયાસની વિશેષતા એ છે કે, ખુમારી અને ખાનદાની શીર્ષકની ચિત્રવાર્તામાં મેઘાણીની દરેક ગાથા લોકભાષામાં લખેલી છે. જે કદાચ આજની પેઢીને થોડી અઘરી લાગી શકે. અહીં એ ભાષાને હળવી શૈલીમાં રજુ કરવામાં આવી છે. કથા ક્યાં બની હતી તે દર્શાવવા જે-તે પ્રદેશનો નકશો મુકવામાં આવ્યો છે, વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે તેની સમજ છે, ઘટના ક્યા કાળખંડમાં બની હતી તેની વિગત આપી છે અને ખાસ તો તળપદા શબ્દોના સરળ અર્થો પણ આપવામાં આવ્યા છે.
વિસરાતું જતું ગુજરાતી સાહિત્ય આ રીતે ચિત્રવાર્તા સ્વરૃપે જીવંત બની રહે એ ખરેખર તો સાહિત્યનું સંરક્ષણ કરતી સંસ્થાઓએ ધ્યાન રાખવું જોઈએ. એ સંસ્થાઓ આ કામ કરે ત્યારે ખરી, દરમિયાન હાલ તો એક મેઘાણીપ્રેમી ગુજરાતીએ બળકટ વાણીના સર્જક એવા રાષ્ટ્રીય શાયરનો આત્મા થનગાટ કરતો નાચી ઊઠે એવુ કામ કરી બતાવ્યું છે.

Thanks આભાર-સૌજન્ય ગુજરાત સમાચાર

નરસિંહ મહેતાની સાયન્ટિફિક શ્રદ્ધા

‘મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે’ – ૨૧મી સદીમાં જ્યાં ડગલે ને પગલે સોદાબાજી છે ત્યાં નરસિંહ મહેતાનો ઉપદેશ એક જ વાત કહે છે. તમારો પ્રેમ અને ભક્તિ મુક્તપણે આપો, બદલામાં કંઈ જ આશા ન રાખો. હા, ઈશ્વરમાં શ્રદ્ધા જરૂર રાખો
અમેરિકાના આર્લિ‌ગ્ટન શહેરમાંથી ‘કેથોલિક હેરલ્ડ’ નામનું અખબાર પ્રગટ થાય છે. કમાન્ડર માર્વિ‌ન મેકફિટર્સ પહેલાં વિયેતનામમાં અમેરિકા વતી સામ્યવાદી સામે લડવા ગયેલો. હાઈસ્કૂલમાં થોડું ઘણું ધાર્મિ‌ક ભણતર લીધેલું. ત્યાં શીખવવામાં આવેલું કે જગતનાં તમામ ક્ષેત્ર યુદ્ધક્ષેત્ર છે. તેમાં જીતવા તમારા ‘ભૌતિક શસ્ત્રો’ તો કામનાં છે પણ તમારો ભગવાન ઉપરનો ભરોસો જ સૌથી ભારે છે. આપણા તળાજા-જૂનાગઢના નરસિંહ મહેતાની પરમ શ્રદ્ધાની પંક્તિ ‘મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે’ એ પંક્તિ આંતરરાષ્ટ્રીય ધર્મની પંક્તિ બની છે. કમાન્ડર મેકફિટરની માતાએ કહેલું કે વિયેતનામમાં તારા કે અમેરિકાનાં શસ્ત્રો કામ નહીં લાગે, ભગવાનનો ભરોસો જ કામિયાબ રહેશે. યુદ્ધભૂમિમાં એક પકડાયેલો વિયેતકોંગ ગેરીલો અમેરિકન કમાન્ડરનો ગુરુ નીકળ્યો. તે ગેરીલો ડરતો જ નહોતો. તેને બુદ્ધ ભગવાન પર પૂરો ભરોસો હતો. તેને કમાન્ડરે છોડી મૂક્યો.
ક્યુબા-વિએટનામ કેમ્પ ઉપર ભારે બોમ્બમારો થયો. માત્ર કમાન્ડર માર્વિ‌ન મેકફિટર જ બચ્યો. તે માને છે કે તેના ફેઈથે તેને બચાવ્યો. જાપાની ગુરુ તાકોસ સેકુશીએ વધારાનું સૂત્ર આપ્યું. ‘ગોડ હેલ્પ્સ હુ હેલ્પ ધેમ સેલ્વઝ.’ આમાં પણ નરસી મે’તો આવે છે. બધું કરી છૂટો પણ આખરી ભરોસો ઈશ્વર પર રાખો. અમિતાભ બચ્ચન બચવાના ફિફ્ટી ફિફ્ટી ચાન્સ હતા ત્યારે બ્રીચ કેન્ડી હોસ્પિટલના ત્રણ ગુજરાતી ડોક્ટરોમાં એક અમિતાભ વતી ભગવાન ઉપર ભરોસો રાખતા હતા. પ્લસ જયા ભાદુરી તો ખરી જ. અમિતાભ બચી ગયો.
આપણે તો બીમારીમાં કે તકલીફમાં જ આ ‘નાડ’ ભગવાનને વાંકા વળી રહીએ ત્યારે સોંપીએ છીએ. નરસી મે’તા તો હંમેશાં નાની નાની વાતો ભગવાન પર છોડી દેતા. આજે આધુનિકમાં આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ અને ખાસ તો એડવાન્સ્ડ સર્જરી આવી છે પણ ૯૯ ટકા સર્જનો ઓપરેશન પહેલાં અને પછી આકાશ ઉપર આંગળી ચીંધે છે. લશ્કરના કમાન્ડરો, સચિન તેંડુલકર, મહેન્દ્રસિંઘ ધોની અને વિજ્ઞાનીઓ પણ આખરે ઈશ્વર પર ભરોસો દેખાડે છે. એ હિ‌સાબે નરસિંહ મહેતાની પંક્તિ ‘મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે’ એ પંક્તિ મિલિટરી એકેડેમીથી માંડીને તમામ હોસ્પિટલોની દીવાલ ઉપર તથા ક્રિકેટના સ્ટેડિયમ પર લખાવી જોઈએ.
ફેઈથ એટલે કે ઈશ્વર પરની શ્રદ્ધા એ લેખન શબ્દ ‘ફાઈડઝ’ ઉપરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે-ટ્રસ્ટ. ફ્રેંચ ભાષામાં તેનો અર્થ થાય છે હોપ-આશા. કોરિયામાં આજકાલ ‘ફેઈથ’ નામનું નાટક ભજવાય છે. તેના શો ૨૦૧૩નું આખું વર્ષ ચાલશે. આ ટીવી ડ્રામા એબીએસ, સીબીએસ અને બીજાં સ્ટેશનો ઉપર ભજવાય છે. આ ડ્રામામાં મેડિકલ સાયન્સ, રોમાન્સ અને અતિકલ્પનાનો મસાલો છે. નાટકમાં એક મહિ‌લા ડોક્ટર કોરિયાના યોદ્ધા-રાજાના પ્રેમમાં પડે છે અને મેડિકલ સાયન્સથી ઘાયલ પ્રેમીને સાજો કરી શકતી નથી તેથી આખરે તેના પ્રેમીની ‘નાડ ભગવાનને હાથે’ સોંપી દે છે. એ દૃષ્ટિએ મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો એ ૨૧મી સદીનું ટોપિકલ ભજન છે.
નરસિંહ મહેતા સર્વધર્મ પ્રેમી હતા. તેનાં ભજનોમાં ઈશ્વર ઉપરનો ભરોસો હદ વટાવી જાય છે. ગરીબીમાં આ તળાજાનો બ્રાહ્મણ કંઈ કમાતો નથી પણ તેની પુત્રી કુંવરબાઈનાં લગ્નનો ખર્ચ-મામેરું માટે પણ તે બધું ઈશ્વર પર છોડી દે છે. ઈસ્લામમાં પણ આવા દાખલા છે. ઈસ્લામ ધર્મમાં ‘કમ્પલિટ સબમિશન ટુ ધ વિલ ઓફ ગોડ’ એ મુખ્ય સિદ્ધાંત છે. ફેઈથ અથવા શ્રદ્ધા કે વિશ્વાસ કે ટ્રસ્ટ બાબતમાં મહેરબાબાએ સૌથી વધુ ન્યાય નરસિંહ મહેતાની ઉક્તિને આપ્યો છે. મહેરબાબા આધ્યાત્મિક ગુરુ તરીકે ત્રણ પ્રકારના ફેઈથ રાખવાનું કહે છે.
(૧) ફેઈથ ઈન વનસેલ્ફ, (૨) ફેઈથ ઈન માસ્ટર ગોડ, (૩) ફેઈથ ઈન લાઈફ. બાબા ગેરંટી આપે છે કે ઈશ્વર ઉપર બધું છોડીને નર્ભિય બની જાઓ. ૨૧મી સદીમાં જીવન વધુ ને વધુ સમસ્યાઓ અને નવી નવી સમસ્યાઓ રજૂ કરશે ત્યારે તેને ઉકેલવાનો જબ્બર બોજ થોડોક તો ઈશ્વર પર છોડવો પડશે જ. અગાઉના એક લેખમાં ગુરુ નાનકની વાત તેમની જયંતી વખતે લખેલી.
શીખ ધર્મના આ સ્થાપકે શીખોની આધ્યાત્મિક જીવનની ત્રણેક જરૂરિયાતો રજૂ કરેલી. (૧) નામ જપો, (૨) કીરત કરો-ખૂબ જ ઉદ્યમથી અને પ્રમાણિકતાથી કર્તવ્ય કરો અને (૩) જે કાંઈ પ્રાપ્ત કરો તે વહેંચીને ખાઓ.
ડેવિડ વિસ્કોન્ટ નામના એક પાદરીએ ૧૯૩૮માં લગભગ પોણોસો વર્ષ પહેલાં એક પુસ્તિકા પ્રગટ કરી આખી દુનિયામાં વહેંચેલી. તેની નવી આવૃત્તિ હમણાં પ્રગટ થઈ છે. ભારતમાં ટાટા-મેકગ્રો હીલે પ્રગટ કરી છે. તેનું નામ છે ‘ફાઈન્ડિંગ યોર સ્ટ્રેન્થ ઈન ડિફિકલ્ટ ટાઈમ્સ.’ કઠિન સમયમાં કેવી રીતે બળ મેળવશો? તેની તરકીબો બતાવી છે. તેમાંથી મેં સાર કાઢયો તે નરસિંહ મહેતાની પંક્તિ મારી નાડ તમારે હાથ… ને બિલકુલ મળતો આવે છે. હે ઈશ્વર મારું આ જીવન એ તારી આપેલી બક્ષિસ છે. તેમાં જે બુદ્ધિનું આરોપણ કર્યું છે તે મારા જીવનનું વાહન છે અને જે જીવનની તક છે તે આ ઘડી છે. એવું ત્યારે જ હું માનીશ કે જ્યારે તમામ વાત અને જિંદગીનો બોજ તારા ઉપર છોડી દઈશ. ડેવિડ વિસ્કોન્ટની બીજી એક વાત પણ નરસિંહ મહેતાના વિચારોને અનુરૂપ છે:
આઈ ગિવ લવ ફ્રીલી એન્ડ એક્ષપેક્ટ નથિંગ ઈન રિટર્ન
૨૧મી સદીમાં જ્યાં ડગલે ને પગલે સોદાબાજી છે ત્યાં નરસિંહ મહેતા અને ડો. ડેવિડ વિસ્કોન્ટનો ઉપદેશ એક જ વાત કહે છે. તમારો પ્રેમ અને ભક્તિ મુક્તપણે આપો અને બદલામાં કંઈ જ આશા ન રાખો. ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટ તરીકે પંકાયેલા ડો. રિચાર્ડ ડોકિન્સ (પ્રાકૃતિક રીતે જ જીવ વિકાસ થયો છે તેવું માનનારા જીવરસાયણ શાસ્ત્રી) કહે છે કે આ ઈશ્વર ઉપરની શ્રદ્ધા માટે કંઈ પુરાવા નથી. માનવી શ્રદ્ધા કે ફેઈથ રાખીને પોતે નોન-થિંકિંગમાં પડી જાય છે. વિચારશૂન્ય બની જાય છે. પોતાની રીતે વિચારતો નથી. સ્થાપિત વિચારોને સ્વીકારી લે છે. તો આલ્બર્ટ આઈનસ્ટાઇન જેવા વિજ્ઞાની પ્રતિકાર કરીને કહે છે કે તમે વિચારો કરી કરીને ક્યાં પહોંચ્યા? વિચારો થકી જ કંઈ થયું નથી. આલ્બર્ટ આઈનસ્ટાઇન ૨૦મી સદીના (૧૮૭૯-૧૯પપ) વિજ્ઞાની છે. તેના જમાનાના અને આજે પણ તે ખૂબ જ માનનીય વિજ્ઞાની છે.
ગુરુત્ત્વાકર્ષક (ગ્રેવિટી-ભૂમ્યાકર્ષણ) સમય અને કોઈપણ પદાર્થ-ભૂતદ્રવ્ય અર્થાત્ મેટરનું શક્તિમાં (એનર્જીમાં) કેમ રૂપાંતર કરવું તેનો સિદ્ધાંત જગતને આપનારા આલ્બર્ટ આઈનસ્ટાઇન એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકાના કહેવા પ્રમાણે પરમ શ્રદ્ધાળુ હતા. તે નિરશ્વરવાદનું ખંડન કરતા હતા. તેણે સૂત્ર આપેલું કે ‘સાયન્સ વિધાઉટ રિલિજિયન ઈઝ લેઈમ એન્ડ રિલિજિયન વિધાઉટ સાયન્સ ઈઝ બ્લાઈન્ડ. શ્રદ્ધા કે ધર્મ વગરનું વિજ્ઞાન લંગડું છે અને જે ધર્મમાં વિજ્ઞાન આવતું નથી તે આંધળું છે. તેમણે કહેલું ‘મારી જિંદગીભરની પ્રવૃત્તિ એક જ રહેશે કે ઈશ્વરે આ સૃષ્ટિ કઈ રીતે પેદા કરી. મારે તેના વિચારો-તેનો હેતુ જાણવો છે. પણ કાંઈ આઈનસ્ટાઇન એકલા વિજ્ઞાની નહોતા જે ભગવાન પર ભરોસો રાખતા. એસ્ટ્રોનોમ કોપરનિક્સ ગેલેલિયો (ટેલિસ્કોપનો શોધક) આઈઝેક ન્યૂટન, માઇકલ ફેરેડે અને જેને ફાધર ઓફ મોડર્ન ફિલોસોફી કહે છે તે ફ્રેંચ મેથેમેટિશિયન ડો. રેને ડેસકાર્ટીસ ઈશ્વર પર ભરોસો રાખતા. તો પછી ‘મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો’ એ પંક્તિને આપણે વૈજ્ઞાનિક ગણીએ તો કાંઈ ખોટું છે?’
Kanti Bhatt
મિત્રો આ લખાણ મને ઇમૈલ દ્વારા મળ્યું
મૂળ દિવ્ય ભાસ્કરમાં આ લેખ આવ્યો છે .માટે એમને આભાર  અને લખનાર કાંતિભાઈ ભટ્ટ નો પણ આભાર
આ રીતે પણ નરસિહ મહેતાને જોઈ શકાય એ એક નવી જ દ્રષ્ટિ છે .

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિને – કાવ્યાંજલી

મિત્રો થોડા વખત પહેલા “ડગલાએ “(http://gujaratidaglo.wordpress.com/)ઝવેરચંદ મેઘાણી ની સંગીતમય રચનાનો સુંદર કાર્યક્રમ યોજ્યો હતો અને બે અરિયામાં ૪૫૦ ગુજરાતીએ હોશે  થી વધાવ્યો હતો ..ત્યારે આ હાલરડાં પહેલા આ ખાસ રજૂઆત કરી લોકોને મેઘાણીભાઈનાઆ પ્રસંગને યાદ કરી ગીતની રજૂઆત કરી હતી .. .જે પ્રજ્ઞાજુ બેને તાજી કરાવી 
પોરબંદર ના ખરવા ઓની વસ્તી છે .

મેઘાણી ને કોઈએ કહ્યું કે ..કવિ ગીત જોતાં હોય તો ખારવાઓની વસ્તીમાં જાવ ..એ જમાનામાં બદનામ વસ્તી ગણાતી પણ ગીતના રસ્યા કવિ ખારવાની વસ્તીમાં  પહોચી જાયછે .. ૮૦ વર્ષની ડોશી છે માથે ભાર છે પૂછે છે શીદ આવ્યા છો ? શું જોઈએ છે  કવિએ કહું માડી  ગીત લેવા આવ્યો છું …કેટલા જોવે છે ..સોદો થાય છે ..મેઘાણી કહે છે . આજે તો  પછેડી લઈને આવ્યો છું જેટલા આપશો તેટલા લઇ જઇશ …વારુ ત્યારે અંધારું ઉતરે ત્યારે આવજો .મેઘાણી પોહચી  ગયા છે આસપાસની છ છ ફૂટ ઉચી kharva..ચંદ્ર  પર્ણ કળા એ ખીલ્યો છે .હાથમાં બલોયા પહેર્યા છે .વચ્ચે ઉભી ઉભી ૮૦ વર્ષની ડોશી ગીત ગવડાવે….ગીત ના શબ્દો એવા હતા જોબનીયું આજ આવ્યું ને કાલ જશેડોશી એક પછી એક ગીતો ગવડાવે છે અને બીજા જીલતા જાય છે એવામાં  ઘોડિયામાં સુતા બાળક ના રડવાનો અવાજ સંભળાય છે ..અને એક સ્ત્રી કોઈને ખલેલ પોચાડ્યા વગર પોચી જાયછે બાળક પાસે .અને ત્યારે માતાના કંઠે નીતરતા હાલરડામાં પ્રેમ અને વીરતાનો રંગ એવો ઢોળાય છે કે અને કવિની કલમે રચાય છે હાલરડું

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

સૌજન્ય ટહુકો અને ફોટો ગુગ્ગલ

pragnaju

આપણા રાષ્ટ્રિય કવિ મુરબ્બી ઝવેરભાઈ નો જન્મ-દિન મુબારક હો.

રંગ કસુંબલ આંખ કસુંબલ ને કસુંબલ છે વાણી
પાંચાલ ભૂમિનાએ પહાડોમાં જન્મ્યા છે મેઘાણી
ચોટીલાવાળી ચામુંડા માડી જગે તુજને વખાણી
દીધા છે તેં અનમોલ રતન કસુંબલ રંગ મેઘાણી

-સ્વપ્ન જેસરવાકર-

ભારતનું ગૌરવ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ કંકુવરણી ભોમકા દેવકા પંચાળમાં મા ચામુંડાના ધામ ચોટીલામાં થયેલ.

મેઘાણીજીએ બોટાદને કર્મભૂમિ બનાવી બોટાદથી રાણપુર દરરોજ ટ્રેન દ્વારા અપડાઉન કરતા અને રાણપુરમાં ફુલછાબ પ્રેસનું તંત્રીપદ સંભાળતા. મેઘાણીજીની અનેક અમુલ્ય સ્મૃતિઓ અને તેમનો સુવર્ણ ઇતિહાસ આ બોટાદની પવિત્ર ધરતીમાં ધરબાયેલ છે. અને તેમનું અવસાન પણ ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદમાં થયેલ. તેથી મેઘાણીજીની કર્મ અને નિર્વાણભૂમિ બોટાદ

આપણા રાષ્ટ્રિય કવિ મુરબ્બી ઝવેરભાઈ નો જન્મ-દિન મુબારક હો.

આજે આપણા રાષ્ટ્રીય શાયર આદરણીય શ્રી ઝવેરચંદ મેઘાણીનાં જન્મ દિવસે પ્રસ્તુત છે મને ખૂબ જ ગમતી એમની એક ખૂબ જ જાણીતી અને લોકપ્રિય રચના

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં… (૨)
પ્રેમ સાગર પરભુજીના દેશમાં… (૨)

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

મધુર મધુર પવન વાય
નદી ગીતો કંઈ ગાય
હસી હોડી વહી જાય… (૨)
મારા માલિક દાદાજીના દેશમાં…

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે
નાગ કન્યાના મહેલ રૂડા આવશે
એની આંખોમાં મોતી ઝરતા હશે
હારે બેની હાલો મોતીડાના દેશમાં

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

સમી સાંજે દાદાને દેશ પહોંચશું
એના પાંખાળા ઘોડા ખેલાવશું
પછી પરીઓના ખોળે પોઢી જશું
હારે બેની હાલો એ પરીઓના દેશમાં

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

ભલે હોય ઘણું તાણ
ભલે ઉઠે તોફાન
આજ બનીશું બેભાન
થવા દાખલ દાદાજીના દેશમાં

પ્રેમ સાગર પરભુજીના દેશમાં…
હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…