ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય હવે ચિત્રવાર્તા સ્વરૃપે

ગુજરાતી સાહિત્યમાં નવતર પહેલ

– ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય હવે ચિત્રવાર્તા સ્વરૃપે

– ઓલટાઈમ ગ્રેટ ગણાતી સૌરાષ્ટ્રની રસધારમાંથી પસંદ કરેલી પાંચ વાર્તા

ગુજરાતીનું વાચન ઘટતું જાય છે કે પછી નવી પેઢીને વાચનમાં સ્હેજપણ રસ નથી એવી ફરિયાદો વારંવાર થતી રહે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નવી પેઢીને તેઓને પસંદ છે એવી પધ્ધતિથી આપવાના જ્યારે પણ પ્રયાસ થયા છે ત્યારે એ જરૃર સફળ થયા છે. ગુજરાતી ક્લાસિક સાહિત્ય નવી પેઢીના બાળકો સુધી પહોંચે એવો નક્કર અને અભિનવ પ્રયાસ શહેરના સાહિત્યપ્રેમી યુવાન મિતેષ સોલંકીએ કર્યો છે. તેમણે રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સુવિખ્યાત સૌરાષ્ટ્રની રસધારમાંથી પસંદ કરેલી પાંચ વાર્તાઓને ચિત્રકથા સ્વરૃપે રજૂ કરી છે.
ટોમ એન્ડ જેરી, હેરી પોટર, સ્પાઈડરમેન કે ટારઝન જેવા પાત્રોથી આખી દુનિયાના બાળકો પરિચિત છે. આ દરેક પાત્રો આરંભે તો નવલકથા સ્વરૃપે જ પ્રગટયા હતા પરંતુ પછીથી તેને ચિત્રકથા તરીકે રજૂ કરાયા બાદ એ દરેક પાત્રોની લોકપ્રિયતા વધી હતી. કંઈક અંશે આવો જ પ્રયાસ મિતેષ સોલંકીએ કર્યો છે. એ માટે તેમણે ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ પર પસંદગી ઉતારી છે.
નેવુ વર્ષ પહેલાં લખાયેલી સૌરાષ્ટ્રની રસધાર એ ગુજરાતી લોકસાહિત્યની ઓલટાઈમ ગ્રેટ શ્રેણી ગણાય છે પરંતુ તેની જૂની ભાષાને લીધે એ દરેક વાર્તાઓમાં ભારોભાર સત્વ હોવા છતાં નવી પેઢી સુધી પહોંચતી નથી એવું ધારીને મિતેષ સોલંકીએ કેટલીક પસંદ કરેલી વાર્તાઓને ચિત્રકથા સ્વરૃપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. બાળકો ઉપરાંત મેઘાણીના ચાહક એવા મોટેરાંઓને ય રસ પડે તે રીતે તેમણે વાર્તાને ટૂંકા અને સરળ વાક્યોમાં ઢાળીને બેનમૂન ચિત્રો સાથે રજૂ કરી છે. પ્રથમ તબક્કે તેમણે રંગ છે રવાભાઈ, મોખડાજી ગોહિલ, કલ્યાણસંગ, ઓઢો ખુમાણ અને જાદવ ડાંગર એ પાંચ પાત્રો પસંદ કર્યા છે.
આ અભિનવ પ્રયાસની વિશેષતા એ છે કે, ખુમારી અને ખાનદાની શીર્ષકની ચિત્રવાર્તામાં મેઘાણીની દરેક ગાથા લોકભાષામાં લખેલી છે. જે કદાચ આજની પેઢીને થોડી અઘરી લાગી શકે. અહીં એ ભાષાને હળવી શૈલીમાં રજુ કરવામાં આવી છે. કથા ક્યાં બની હતી તે દર્શાવવા જે-તે પ્રદેશનો નકશો મુકવામાં આવ્યો છે, વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે તેની સમજ છે, ઘટના ક્યા કાળખંડમાં બની હતી તેની વિગત આપી છે અને ખાસ તો તળપદા શબ્દોના સરળ અર્થો પણ આપવામાં આવ્યા છે.
વિસરાતું જતું ગુજરાતી સાહિત્ય આ રીતે ચિત્રવાર્તા સ્વરૃપે જીવંત બની રહે એ ખરેખર તો સાહિત્યનું સંરક્ષણ કરતી સંસ્થાઓએ ધ્યાન રાખવું જોઈએ. એ સંસ્થાઓ આ કામ કરે ત્યારે ખરી, દરમિયાન હાલ તો એક મેઘાણીપ્રેમી ગુજરાતીએ બળકટ વાણીના સર્જક એવા રાષ્ટ્રીય શાયરનો આત્મા થનગાટ કરતો નાચી ઊઠે એવુ કામ કરી બતાવ્યું છે.

Thanks આભાર-સૌજન્ય ગુજરાત સમાચાર
Advertisements

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિને – કાવ્યાંજલી

મિત્રો થોડા વખત પહેલા “ડગલાએ “(http://gujaratidaglo.wordpress.com/)ઝવેરચંદ મેઘાણી ની સંગીતમય રચનાનો સુંદર કાર્યક્રમ યોજ્યો હતો અને બે અરિયામાં ૪૫૦ ગુજરાતીએ હોશે  થી વધાવ્યો હતો ..ત્યારે આ હાલરડાં પહેલા આ ખાસ રજૂઆત કરી લોકોને મેઘાણીભાઈનાઆ પ્રસંગને યાદ કરી ગીતની રજૂઆત કરી હતી .. .જે પ્રજ્ઞાજુ બેને તાજી કરાવી 
પોરબંદર ના ખરવા ઓની વસ્તી છે .

મેઘાણી ને કોઈએ કહ્યું કે ..કવિ ગીત જોતાં હોય તો ખારવાઓની વસ્તીમાં જાવ ..એ જમાનામાં બદનામ વસ્તી ગણાતી પણ ગીતના રસ્યા કવિ ખારવાની વસ્તીમાં  પહોચી જાયછે .. ૮૦ વર્ષની ડોશી છે માથે ભાર છે પૂછે છે શીદ આવ્યા છો ? શું જોઈએ છે  કવિએ કહું માડી  ગીત લેવા આવ્યો છું …કેટલા જોવે છે ..સોદો થાય છે ..મેઘાણી કહે છે . આજે તો  પછેડી લઈને આવ્યો છું જેટલા આપશો તેટલા લઇ જઇશ …વારુ ત્યારે અંધારું ઉતરે ત્યારે આવજો .મેઘાણી પોહચી  ગયા છે આસપાસની છ છ ફૂટ ઉચી kharva..ચંદ્ર  પર્ણ કળા એ ખીલ્યો છે .હાથમાં બલોયા પહેર્યા છે .વચ્ચે ઉભી ઉભી ૮૦ વર્ષની ડોશી ગીત ગવડાવે….ગીત ના શબ્દો એવા હતા જોબનીયું આજ આવ્યું ને કાલ જશેડોશી એક પછી એક ગીતો ગવડાવે છે અને બીજા જીલતા જાય છે એવામાં  ઘોડિયામાં સુતા બાળક ના રડવાનો અવાજ સંભળાય છે ..અને એક સ્ત્રી કોઈને ખલેલ પોચાડ્યા વગર પોચી જાયછે બાળક પાસે .અને ત્યારે માતાના કંઠે નીતરતા હાલરડામાં પ્રેમ અને વીરતાનો રંગ એવો ઢોળાય છે કે અને કવિની કલમે રચાય છે હાલરડું

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

સૌજન્ય ટહુકો અને ફોટો ગુગ્ગલ

pragnaju

આપણા રાષ્ટ્રિય કવિ મુરબ્બી ઝવેરભાઈ નો જન્મ-દિન મુબારક હો.

રંગ કસુંબલ આંખ કસુંબલ ને કસુંબલ છે વાણી
પાંચાલ ભૂમિનાએ પહાડોમાં જન્મ્યા છે મેઘાણી
ચોટીલાવાળી ચામુંડા માડી જગે તુજને વખાણી
દીધા છે તેં અનમોલ રતન કસુંબલ રંગ મેઘાણી

-સ્વપ્ન જેસરવાકર-

ભારતનું ગૌરવ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ કંકુવરણી ભોમકા દેવકા પંચાળમાં મા ચામુંડાના ધામ ચોટીલામાં થયેલ.

મેઘાણીજીએ બોટાદને કર્મભૂમિ બનાવી બોટાદથી રાણપુર દરરોજ ટ્રેન દ્વારા અપડાઉન કરતા અને રાણપુરમાં ફુલછાબ પ્રેસનું તંત્રીપદ સંભાળતા. મેઘાણીજીની અનેક અમુલ્ય સ્મૃતિઓ અને તેમનો સુવર્ણ ઇતિહાસ આ બોટાદની પવિત્ર ધરતીમાં ધરબાયેલ છે. અને તેમનું અવસાન પણ ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદમાં થયેલ. તેથી મેઘાણીજીની કર્મ અને નિર્વાણભૂમિ બોટાદ

આપણા રાષ્ટ્રિય કવિ મુરબ્બી ઝવેરભાઈ નો જન્મ-દિન મુબારક હો.

આજે આપણા રાષ્ટ્રીય શાયર આદરણીય શ્રી ઝવેરચંદ મેઘાણીનાં જન્મ દિવસે પ્રસ્તુત છે મને ખૂબ જ ગમતી એમની એક ખૂબ જ જાણીતી અને લોકપ્રિય રચના

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં… (૨)
પ્રેમ સાગર પરભુજીના દેશમાં… (૨)

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

મધુર મધુર પવન વાય
નદી ગીતો કંઈ ગાય
હસી હોડી વહી જાય… (૨)
મારા માલિક દાદાજીના દેશમાં…

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે
નાગ કન્યાના મહેલ રૂડા આવશે
એની આંખોમાં મોતી ઝરતા હશે
હારે બેની હાલો મોતીડાના દેશમાં

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

સમી સાંજે દાદાને દેશ પહોંચશું
એના પાંખાળા ઘોડા ખેલાવશું
પછી પરીઓના ખોળે પોઢી જશું
હારે બેની હાલો એ પરીઓના દેશમાં

હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

ભલે હોય ઘણું તાણ
ભલે ઉઠે તોફાન
આજ બનીશું બેભાન
થવા દાખલ દાદાજીના દેશમાં

પ્રેમ સાગર પરભુજીના દેશમાં…
હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં…

 

રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી

છંદ ગીતાં ને  સોરઠા , સોરઠ સરવાણી;
એટલા રોયાં રાતે આસુંએ, આજ મારતા મેઘાણી ….

જે મિત્રો આપણાં લાડીલા કવિ શ્રી મેઘાણી ભાઈની પુણ્યતિથિ .. તો એમને યાદ કર્યાં વગર કેમ રહેવાય ..  ૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

મેઘાણીનું નામ પડે એટલે સૌરાષ્ટ્રના પાણે પાણે અને ઝાડવે ઝાડવે છુપાયેલા રસાળ લોકસાહિત્ય અને શૌર્યસભર ઈતિહાસની અનેક કથા, ગાથા અને કવિતા યાદ આવી જાય.

કાકા કાલેલકરે ઝવેરચંદ મેઘાણી વિષે  કહું હતું કે .. મેઘાણી જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા  કરત ..

ઘણું જીવવાનો એમનો અધિકાર હતો….

શ્રી મેઘાણી ગુજરાતનું અમુલ્ય રત્ન હતા ..લોકો એને સાભળીને ગાંડા થતા ..

એ જીવ્યા હોત તો ગુજરાતની ઢંકાઈ ગયેલી સંસ્કૃતિ ને વધુ બહાર લાવ્યા હોત..

મનુભાઈ પંચોલી એ કહું હતું કે ગાંધી  બાપુ  શબ્દો તોળી ને બોલતા .અને  બાપુનો દાવો હતો કે એક શબ્દ પણ મારા મોઢે અજાગ્રતપણે નીકળશે નહિ ..એમણે મેઘાણી ને  રાષ્ટ્રીય શાયર કહ્યા હતા એનો શો અર્થ ?..

સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે..તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે..૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો ! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!
આજે માણીયે તેમની કલમે નીતરેલું આ શૌર્યગીત.

સાવજ ગરજે!
ગીરકાંઠાનો   રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી  ગરજે
ઐરાવત્કુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
નાનો એવો સમદર  ગરજે

ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના જાળામાં   ગરજે

કણબીના ખેતરમાં   ગરજે
ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં  ગરજે’
ગિરિઓની ગોહરમાં   ગરજે

ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને   આઘેરો    ગરજે

થર થર કાંપે!
વાડામાં વાછરડા     કાંપે
કૂબામાં બાલળકડાં    કાંપે

મધરાતે પંખીડાં     કાંપે
ઝાડ તણાં પાંદડલાં  કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને  જાગતાં     કાંપે
જડ ને ચેતન  સૌ એ કાંપે

આંખ ઝ્બૂકે!
કેવી એની આંખ ઝ્બૂકે!

વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ   ઝબૂકે

જાણે બે અંગાર   ઝબૂકે
હીરાના શણગાર  ઝબૂકે

જેગંદરની ઝાળ   ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત     ઝબૂકે

જડબાં ફાટે!
ડુગર જાણે ડાચા  ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે
પૃથ્વીનું પાતળ ઉઘાડે

બરછે સરખા દાંત     બતાવે
લસલસ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે!
બડકંદર બિરાદર  ઊઠે

ફરસી લેતો ચારણ   ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી    ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી  ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો    ઊઠે

મૂછે વળ    દેનારા ઊઠે
ખોખારો    ખાનારા  ઊઠે

માનું દૂધ પીનારા  ઊઠે!
જાણે આભ મિનારા ઊઠે!

ઊભો રે’જે!
ત્રાદ પડી કે ઊભો રે’જે!

ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા  ઊભો રે’જે!

પેટભરા! તુ ઊભો રે’જે!
ભૂખમરા તું   ઊભો રે’જે!

ચોર-લૂટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચરણ -કન્યા
ચૌદ વરસની ચારણ -કન્યા

ચૂંદડિયાળી   ચારણ -કન્યા
શ્વેતસુંવાળી  ચારણ -કન્યા

બાળી ભોળી  ચારણ -કન્યા
લાલ હિંગોળી ચારણ -કન્યા

ઝાડ ચડંતી  ચારણ -કન્યા
પહાડ ઘૂમંતી ચારણ -કન્યા

જોબનવંતી   ચારણ -કન્યા
આગ-ઝરંતી ચારણ -કન્યા

નેસ-નિવાસી ચારણ -કન્યા
જગદમ્બા-શી ચારણ -કન્યા

ડાંગ ઉઠાવે   ચારણ -કન્યા
ત્રાડ ગજવે   ચારણ -કન્યા

હાથ હિલોળી ચારણ -કન્યા
પાછળ દોદી ચારણ -કન્યા

ભયથી ભાગ્યો!
સિહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને      કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો  ભાગ્યો
હાથીનો હણનારો  ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી  છોડીથી   ભાગ્યો!

..
(ઉપરોક્ત લખાણ  સંદેશ માં આવેલા એક ખાસ લેખમાંથી લેવામાં આવ્યું છે –  લેખક: લલિત ખંભાયતા)