માતની હાકલ પડી છે….રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ..સંકલન.. રમેશ પટેલ(આકાશદીપ)


ગાંધી યુગમાં આપણને ઘણા મહાનાયકો મળ્યા. આઝાદીના સંગ્રામના
જોમને બિરદાવતા આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ જે
કાવ્યો લખ્યા છે તે વારેવારે વાંચી અહોભાવ પ્રગટી જાય છે.
   ફનાગીરી વ્હોરી યુવાનોએ આઝાદી માટે જે બલિદાનો દીધા અને તે માટે
ગાંધી બાપુએ જે અહિંસાના માર્ગે પ્રેરણા આપી તેનો ઈતિહાસમાં જોટો
જડવો મુશ્કેલ છે. તે દિવસોમાં યુવાની કેવી રમણે ચઢી હતી તેની ઝલક
શ્રી મેઘાણીજીએ ખૂબ જ સુંદર રીતે વર્ણવીછે.

       નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
       ખબર  છે એટલી  કે માતની હાકલ પડી છે
      જીવે મા માવડી એ કાજ મરવાની  ઘડી છે.

………………………………………..

‘કોઈનો લાડકવાયો‘…શ્રી ઝવેરચંદ મેઘાણી

 

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

….. …

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

શ્રી વિનોબાજી કહેતા કે ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે,
તેટલું બીજી ભાષાઓમાં મળવું મુશ્કેલ દેખાય છે.પ્રકૃતિથી ઉપર ઊઠીને આ
સંસ્કૃતિ રચાઈ છે અને એટલે જ તે પોતાની પહેચાન જાળવી શકી છે .
આજે એટલે જ  એમના તેમણે લખેલા પુસ્તકો ‘સૌરાષ્ટ્રની રસધાર’ કે કાવ્ય ‘ચારણ કન્યા’ ના

 યોગદાન માટે ગૌરવથી મેઘાણીજીને યાદ કરીએ છીએ.

Jhaverchand Meghani (Gujarati: ઝવેરચંદ મેઘાણી; August 28, 1896(1896-08-28) – March 9, 1947(1947-03-09)) was noted poet, litterateur, social reformer and freedom fighter from Gujarat.He is well known name in the field of Gujarati literature. He was born in Chotila. Mahatma Gandhi spontaneously gave him the title of Raashtreeya Shaayar (National Poet).[1] Besides this he received many awards like Ranjitram Suvarna Chandrak and Mahida Paaritoshik in literature. He authored more than 100 books. His first book was a translation work of Rabindranath Tagore‘s ballad Kathaa-u-Kaahinee titled Kurbani Ni Katha (Stories of martyrdom) which was first published in 1922. He contributed widely to Gujarati folk literature. He went from village to village in search of folk-lores and published them in various volumes of Saurashtra Ni Rasdhar[2]. He was also the Editor of Phoolchhab Newspaper of Janmabhoomi group (which is being published till date from Rajkot).

A sample of his collection of folk tales from Saurashtra has recently been published in an English, with the translation done by his son Vinod Meghani. The three volumes published so far are titled A Noble Heritage, A Shade Crimson and The Ruby Shattered[3].

 

Advertisements

2 Responses

  1. આજે ૧૨મી માર્ચે ગાંધીજીએ સ્વરાજ માટે પ્રતિજ્ઞા લઇ સાબરમતી આશ્રમ છોડ્યો હતો.
    તે દિનની યાદમા ખૂબ સુંદર કાવ્ય અને લેખ પ્રસ્તુતિ
    આજે હેમુ ગઢવી હૉલ. રાજકોટ મા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર નો ઉદઘાટન સમારંભ પૂ મોરારીબઆપૂને હસ્તે થયો

    તે કાર્યક્રમ હંમણા જ માણ્યો

  2. કસુંબલ રંગના રાજવીની એક સ્તમ્ભ સમાન કૃતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: