Advertisements

3 Responses

 1. ખૂબ સરસ વિચાર
  શત શત વંદન રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી
  આશ્ચર્ય એ છે કે આવા સુંદર વિચાર ના અમલમા આટલી વાર કેમ લાગી !

 2. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

 3. ઝવેરચંદ મેઘાણીના આ અમર ગીતો કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, મોર બની થનગાટ કરે, ચારણ-કન્યા, ઓતરાદા વાયરા, ભેટ્યે ઝૂલે છે તલવાર, વાહુલિયા, સો સો સલામું મારાં ભાંડુડાંને કે’જો, સૂના સમદરની પાળે, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી મેઘાણીની લોકપ્રિય રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા તે દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર, ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ઉભી ઉભી ઉગમણે દરબાર, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, છલકાતું આવે બેડલું, જોબનિયું આજ આવ્યું,, શેરી વળાવી સજ કરું, રાધાજીના ઊંચા મંદિર, હું તો ઢોલે રમુંને હરિ સાંભરે, એક વણઝારી જીલણ ઝીલતી’તી, શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો, વા વાયા ને વાદળ ઊમટ્યાં જેવા લોકગીતો કેમ ભૂલાય?
  અને મારું ખૂબ ગમતું ગીત
  ઓતરાદા વાયરા,ઊઠો !

  પાનું :12

  ઓતરાદા વાયરા,ઊઠો ઊઠો હો તમે-

  ઓતરાદા વાયરા,ઊઠો !

  કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી

  ઓતરાદા વાયરા,ઊઠો !

  ધૂણંતાં શિવ-જોગમાયાને ડાકલે

  હાકલ દેતા,હો વીર,ઊઠો !

  ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે

  પૂરપાટ ઘોડલે છૂટો !—ઓતરાદા…

  ધરતીના દેહ પરે ચડિયા છેપુંજ પુંજ

  સડિયેલાં ચીર,ધૂળ,કૂંથો;

  જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ:

  ઝંઝાના વીર,તમે ઊઠો ! –ઓતરાદા…

  કોહેલાં પાંદ- ફૂલ ફેંકી નાખો રે,ભાઇ !

  કરમાતી કલીઓને ચૂંટો;

  થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડા :

  ચોર-ધાડપાડ ભલે લૂંટો !—ઓતરાદા…

  છો ને છુંદાય મારી કૂણેરી કૂંપળો:

  સૂસવતી શીત લઇ છૂટો;

  મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,

  ચીરો ચમકાટ એનો જૂઠો !—ઓતરાદા…

  ઊઠો,કદરૂપ ! પ્રેતસૃષ્ટિના રાજવી !

  ફરી એકવાર ભાંગ ઘૂંટો:

  ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા

  હુહુહુકાર-સ્વરે કાલ,ઊઠો !—ઓતરાદા…

  કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ !

  રહેજે ચંદની ગોદ સૂતો;

  નથી નથી પર્વ પુષ્પધંવાનું આજ :ઘોર

  વિપ્લવના ઢોલડા ધડૂકો !—ઓતરાદા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: