રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી


છંદ ગીતાં ને  સોરઠા , સોરઠ સરવાણી;
એટલા રોયાં રાતે આસુંએ, આજ મારતા મેઘાણી ….

જે મિત્રો આપણાં લાડીલા કવિ શ્રી મેઘાણી ભાઈની પુણ્યતિથિ .. તો એમને યાદ કર્યાં વગર કેમ રહેવાય ..  ૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

મેઘાણીનું નામ પડે એટલે સૌરાષ્ટ્રના પાણે પાણે અને ઝાડવે ઝાડવે છુપાયેલા રસાળ લોકસાહિત્ય અને શૌર્યસભર ઈતિહાસની અનેક કથા, ગાથા અને કવિતા યાદ આવી જાય.

કાકા કાલેલકરે ઝવેરચંદ મેઘાણી વિષે  કહું હતું કે .. મેઘાણી જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા  કરત ..

ઘણું જીવવાનો એમનો અધિકાર હતો….

શ્રી મેઘાણી ગુજરાતનું અમુલ્ય રત્ન હતા ..લોકો એને સાભળીને ગાંડા થતા ..

એ જીવ્યા હોત તો ગુજરાતની ઢંકાઈ ગયેલી સંસ્કૃતિ ને વધુ બહાર લાવ્યા હોત..

મનુભાઈ પંચોલી એ કહું હતું કે ગાંધી  બાપુ  શબ્દો તોળી ને બોલતા .અને  બાપુનો દાવો હતો કે એક શબ્દ પણ મારા મોઢે અજાગ્રતપણે નીકળશે નહિ ..એમણે મેઘાણી ને  રાષ્ટ્રીય શાયર કહ્યા હતા એનો શો અર્થ ?..

સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે..તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે..૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો ! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!
આજે માણીયે તેમની કલમે નીતરેલું આ શૌર્યગીત.

સાવજ ગરજે!
ગીરકાંઠાનો   રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી  ગરજે
ઐરાવત્કુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
નાનો એવો સમદર  ગરજે

ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના જાળામાં   ગરજે

કણબીના ખેતરમાં   ગરજે
ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં  ગરજે’
ગિરિઓની ગોહરમાં   ગરજે

ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને   આઘેરો    ગરજે

થર થર કાંપે!
વાડામાં વાછરડા     કાંપે
કૂબામાં બાલળકડાં    કાંપે

મધરાતે પંખીડાં     કાંપે
ઝાડ તણાં પાંદડલાં  કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને  જાગતાં     કાંપે
જડ ને ચેતન  સૌ એ કાંપે

આંખ ઝ્બૂકે!
કેવી એની આંખ ઝ્બૂકે!

વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ   ઝબૂકે

જાણે બે અંગાર   ઝબૂકે
હીરાના શણગાર  ઝબૂકે

જેગંદરની ઝાળ   ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત     ઝબૂકે

જડબાં ફાટે!
ડુગર જાણે ડાચા  ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે
પૃથ્વીનું પાતળ ઉઘાડે

બરછે સરખા દાંત     બતાવે
લસલસ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે!
બડકંદર બિરાદર  ઊઠે

ફરસી લેતો ચારણ   ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી    ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી  ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો    ઊઠે

મૂછે વળ    દેનારા ઊઠે
ખોખારો    ખાનારા  ઊઠે

માનું દૂધ પીનારા  ઊઠે!
જાણે આભ મિનારા ઊઠે!

ઊભો રે’જે!
ત્રાદ પડી કે ઊભો રે’જે!

ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા  ઊભો રે’જે!

પેટભરા! તુ ઊભો રે’જે!
ભૂખમરા તું   ઊભો રે’જે!

ચોર-લૂટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચરણ -કન્યા
ચૌદ વરસની ચારણ -કન્યા

ચૂંદડિયાળી   ચારણ -કન્યા
શ્વેતસુંવાળી  ચારણ -કન્યા

બાળી ભોળી  ચારણ -કન્યા
લાલ હિંગોળી ચારણ -કન્યા

ઝાડ ચડંતી  ચારણ -કન્યા
પહાડ ઘૂમંતી ચારણ -કન્યા

જોબનવંતી   ચારણ -કન્યા
આગ-ઝરંતી ચારણ -કન્યા

નેસ-નિવાસી ચારણ -કન્યા
જગદમ્બા-શી ચારણ -કન્યા

ડાંગ ઉઠાવે   ચારણ -કન્યા
ત્રાડ ગજવે   ચારણ -કન્યા

હાથ હિલોળી ચારણ -કન્યા
પાછળ દોદી ચારણ -કન્યા

ભયથી ભાગ્યો!
સિહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને      કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો  ભાગ્યો
હાથીનો હણનારો  ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી  છોડીથી   ભાગ્યો!

..
(ઉપરોક્ત લખાણ  સંદેશ માં આવેલા એક ખાસ લેખમાંથી લેવામાં આવ્યું છે –  લેખક: લલિત ખંભાયતા)

Advertisements

5 Responses

 1. વાહ… સવાર સુધરી ગઈ….

 2. નો સ્ટે લ જી ક યાદો…
  યાદ છે એ દિવસો જ્યારે માજીરાજ સ્કુલમાં ભંણતા…ઝવેરચંદ મેઘાણીની દિકરી પદ્મલા, હંસા ગધવી અને દર્શના એક સાથે બેસતા –
  પછી કોલેજનાં દિવસો અને
  તે હિ ના દિવસા ગતાઃ । \
  એ દિવસો ગયા!!
  … હં મ ણા ન્યુજર્સી ગયા ત્યારે ખબર પડી કે નજીકમાં મેઘાણી કુટુંબ રહે છે અને તેમનું સાહિત્ય પણ મળે છે.

 3. ખુબજ સરસ બહેન

  ખુબ ખુબ આગળ વધો.

  દેશ અને સમાજની સેવા કરતા રહો

 4. પ્રજ્ઞાબહેન,

  અમેરિકામાં રહીને આજ કસુંબલ રંગ પીવા ( માણવા) મળ્યો.

  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને શ્રધ્ધા પૂર્વક શ્રદ્ધાંજલિ.

  આવો કસુંબલ રસ પાવા બદલ આપને ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: