હાલરડા

મિત્રો હાલરડા એટલે માં ની લાગણીનો ઊભાર.ગુજરાતી સાહિત્યમાં અને લોકસંગીતમાં એનુ આગવું મહત્વ છે હાલરડામા કાવ્યતત્ત્વ ઓછું લાગણીની સહજ અભિવ્યક્તિ વઘારે …ભાષાથી તેમને શણગારવુ ના પડે
કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ છપાઈ જાય … …પાઠશાળામાં જે ન ભણે ..એ માના હાલરડામા ભણાય જાય… પેઢી દર પેઢી ગળામાં જ સચવાય અને ઉછરે…..લોકોની જીભે સહજ રીતે ચડી જાય…..મિત્રો હાલરડા એટલે માં ની લાગણી …સાભળતા જ…..જેની….મીઠાશ હૈયામાં અંકાઈ જાય ..ગુજરાતી સાહિત્ય અને લોકસંગીતની એક અમર કૃતિ – શિવાજીનું હાલરડું -રજુ કરુ છું .માણજો અને બળકોને સભાળવજો….

ફરમાઇશ કરનાર મિત્ર- મહેશ from uk

.આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

———————

.

Advertisements

6 Responses

 1. આ લોકગીત હાલરડું છે. આની રચયતા તે કાઠ્યાવાડી ગામઠી જનતા. આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને આવા લોકગીતો અને હાલરડાંઓ ગ્રંથસ્થ કર્યા છે.
  ……હાલ્ય વાલ્ય ને હુવા,
  લાડવા લાવે રે ભાઇના ફુવા ;
  ફુવાના શા છે ફોક,
  લાડવા લાવશે ગામનાં લોક ;

  લોકની શી પેર,
  લાડવા કરશું આપણે ઘેર ;
  ઘરમાં નથી ઘી ને ગોળ,
  લાડવા કરશું રે પોર ;
  પોરનાં ટાણાં વયાં જાય –
  ત્યાં તો ભાઇ રે મોટો થાય !…

  ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,
  ઘોડાંની પડઘી વાગે,
  ભાઇ મારો નીંદરમાંથી જાગે ;
  ઘોડાં ખાશે રે ગોળ,
  ભાઇને ઘેર હાથીની રે જોડ !…

  ભાઇ ભાઇ હું રે કરું,
  ભાઇ વાંસે ભૂલી ફરું ;
  ભાઇને કોઇએ દીઠો,
  ફૂલની વાડમાં જઇ પેઠો ;
  ફૂલની વાડી વેડાવો,
  ભાઇને ઘેરે રે તેડાવો !…

 2. એક બીજુ, કાઠ્યાવાડ માં લોકમુખે ગવાતુ પુરાણુ હાલરડું…ખૂબજ પ્રખ્યાત અને સુંદર હાલરડું છે મારું ગમતું…….

  તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
  આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

  મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
  મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

  તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
  આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

  મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર,
  પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે…..

  હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
  હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

  ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
  પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

  ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
  બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
  બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..

 3. pragnaben

  સ્ત્રીની સમર્પણ અને મમતાની લાગણી અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત છે.

  Jayvanti shah

 4. pragna,

  માતા ની લાગણી આ ગીત મા દર્શાવાયેલી છે….સરસ હાલરડું છે!!આ હાલરડું આજે કોને આવડે? સંભારણારૂપ ખજાનો બની ગયાં છે.

  jaya

 5. pragna

  આનાથી સુંદર ભાવવાહી હાલરડું બીજું કયું હોઇ શકે..

  Hansa

 6. વાહ!! વાહ!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: