વસંતોત્સવ

હે વનો લીલાં થઈ રહ્યાં…..ટેકરીઓય તે લીલીછમ
હે…લીલુ બધે વર્તાય …
હે. પાનખર હોય, શું ફર્ક પડે ..ભીતર હોય વસંત …..

આજે વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક..

વસંતોત્સવમાં વસંત વિશેનું આનાથી રૂડુ બીજું કાવ્ય કયું હોઈ શકે… અને વસંત એટલે જ મિલનની ઋતુ, મિલનનો અવસર, મિલનની ઉજાણી… અને આવા વાસંતી મિલનનો અવસર! વસંતોત્સવ..

પ્રભુને બોલવા નો આવસર વસંત .પ્રભુ સાથે ના મિલન ની વાત છે
એકવાર ભીતર વસંત આવી જાય પછી બહાર ભલે ને પાનખર હોય, શું ફર્ક પડે છે!

આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને.

આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને.

આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને.

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ! આવો ને.

આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને.

આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ ભાવ! હવે તો હરિ! આવો ને.

આ ચંદની ભરી છે તલાવડી, હરિ! આવો ને;
ફૂલડિયે બાંધી છે પાંજ, હવે તો હરિ! આવો ને.

આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.

– ન્હાનાલાલ કવિ

ફાગણ આયો

!

ટહુકા પર આ ગીત સાંભળો
http://tahuko.com/?p=634

આપણા ભારતમાં જોવા જઈએ તો પ્રેમના સૌથી મહત્વના દિવસ તરીકે કદાચ વસંતપંચમીની જગ્યા કોઈ ન લઈ શકે.વૃક્ષોની ડાળે ખીલેલી લીલી કુંપળોને જોઈને દરેકના મનમાં પ્રેમના અંકુરણ પણ જાણે-અજાણે થાય છે અને આવા મોસમમાં પ્રેમ પૂરે જીવનમાં અનંત…. શક્તિ .
પ્રેમની વાતોના નોંખા છે રંગ,
ફૂલની ફોરમ લઈ મ્હેંકે છે પ્યાર.
હોળીના રંગે રંગાઈ જવાનું મન થાય એવું !
વૃંદાવન જવાનું મન થાય એવું !!

વસંતરાજાના આગમનની વધાઈ ખાતી આ રચના આપી છે જે અહીં રજું કરું છૂં.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણ રે ઠોળીયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

Advertisements

4 Responses

 1. pragnaji

  સાથે હવે પછી થોડા વસંતગીતો માણીશું…

  રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
  મુકામ તેણ્યે વનમાં જમાવ્યો;
  તરૂવરોએ શણગાર કીધો,
  જાણે વસંતે શિરપાવ દીધો…

  જુનાં જુનાં પત્ર ગયાં ખરીને,
  શોભે તરૂ પત્ર નવાં ધરીને;
  જાણે નવાં વસ્ત્ર ધર્યા ઉજાળી,
  સમીપમાં લગ્નસરા નિહાળી…

  આંબે જુઓ મોર અપાર આવ્યો,
  જાણે ખજાનો ભરિ મ્હોર લાવ્યો;
  જો કોકિલા ગાન રૂડું કરે છે,
  વસંતના શું જશ ઉચ્ચરે છે…

  બોલે કોકિલ મીઠું એક જ્યારે,
  વાદે બીજા એથિ મીઠું ઉચારે,
  વિવાદ જાણે કવિયો કરે છે;
  વખાણ લેવા સ્પરધા ધરે છે….

  ચોપાનિયાં પુસ્તક જો પ્રકાસે
  ભલું જ તેથી નૃપરાજ્ય ભાસે
  તથા તરૂ શોભિત પુષ્પ ભારે
  તો કેમ આંબા નહીં પુષ્પ તારે…

  સુશોભિતો થા હરિને પ્રતાપે,
  પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;
  સ્તુતી કરી માગ્ય પ્રભૂ સમીપે,
  સુપુષ્પથી સુંદર દેહ દીપે….

  – કવિ દલપતરામ

  Asha from UK

 2. Pragnaji

  i saw this on on some Gujarati web site …please share with all..it look like લોકગીત only…નરસિંહ મહેતાનું પ્રભાતિયું
  અનાથના નાથને વેચે આહીરની નારી;
  શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ…….એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,……… look similar well . same feelings…. I am not good in literature
  અને ખાસ જણાવાનુ ખુબ અનુરૂપ છે to your topic…. after all વસંત આવ્યો…..

  એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
  એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો..

  એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો,
  એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો…

  એ જી દરિયા દિલનો વાયરો, કોઈ ફાગણ લ્યો,
  એ તો અલમલ અડકી જાય રે, કોઈ ફાગણ લ્યો…

  એ જી જુગલ વાંસળી વાજતી, કોઈ ફાગણ લ્યો,
  એને નહીં મલાજો લાજ રે, કોઈ ફાગણ લ્યો…

  એ જી દિન કપરો કાંઈ તાપનો, કોઈ ફાગણ લ્યો,
  એની રાત ઢળે રળિયાત રે, કોઈ ફાગણ લ્યો…

  એ જી ઊડે કસુંબો આંખમાં, કોઈ ફાગણ લ્યો,
  એને વન પોપટની પાંખ રે, કોઈ ફાગણ લ્યો…

  એ જી ગગન ગુલાબી વાદળાં, કોઈ ફાગણ લ્યો,
  જોબનિયું કરતું સાદ રે, કોઈ ફાગણ લ્યો…

  એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
  એનો વાંકડિયો છે લાંક રે, કોઈ ફાગણ લ્યો…

  – રાજેન્દ્ર શાહ

  thanks to – રાજેન્દ્ર શાહ

  Dushyant Mehta

 3. Dushyantbhai

  ટહુકા પર આ ગીત સાંભળો…http://tahuko.com/?p=3672

  સાંભળ્યા પછી
  ..ટોપલામાં ફાગણ નાખીને વહેંચવા નીકળી
  પડશો……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: