ભક્તિ ગીત

નાનપણમાં ભક્તિ ગીત એટલે શાળામાં ગવાતી પ્રાર્થના ,રજામા રાજકોટ જતી, નાનાજી આ ભજન ગાતા ત્યારે ખુબજ ગમતુ . , એના શબ્દો અને એનો ભાવ એટલો સુંદર હોય પણ ગાતી વખતે ખબર ન્હોતી કે એનો ભાવાર્થ શું અને રોજ ધરમાં સવારે આરતી ,પ્રાથના થતી હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું. હાથ જોડીને શાંતિથી ઉભા રહેવાનું અને બને તો આંખ બંધ રાખવાની વાત બરાબર યાદ છે.તોજ પ્રસાદ મળતો….

ગુજરાતે લોકસંગીતનો વારસો એના મુળસવરુપે અશુદ્ધિ વગર સાચવી રાખયો છે
ગુજરાતી ગીતોએ આજે ભલે જમાનાને અનુરૂપ અનેકવિધ નવા નવા રૂપ ધારણ કર્યાં હોય પણ એક જમાનામાં ફક્ત ભક્તિ ગીતો ગવાતા સાંજ થાય વાળુપાણી કરી લોકો ભજન કીર્તન કરવા જતા ,આમ જોવા જઈયે તો લોક સંગીત કે સંગીત ના મુળ ભજન કે ભક્તિ ગીત કહેવાય.
ભક્ત નરસૈંયાની કવિતાઓ સેંકડો વરસથી ઘરે ઘરે ગવાય છે.ધણા ભજનો પેઢી દર પેઢીથી ગવાતા જાય છે પણ આ જ સુઘી એના નામઘારી કવિ કોણ છે એ ખબર પણ નથી.

પ્રાર્થના ઍટલે જીવ નો પરમાત્મા સુધી પહોંચવા નો રસ્તો…, લૌકિક બંધનો ત્યાગી અને અલૌકિક બંધન પામવા ની ચાવી…!.કીર્તનો કોઇ સામાન્ય કવિત્વસૂચક પદ સાહિત્ય નથી કે નથી શબ્દોનો વિલાસ.કીર્તન એ સેવાનું મુખ્ય અંગ,કીર્તન કરવાથી ચિતની એકાગ્રતા થાય ભગવાન માટે ભાવ જાગશે.ભકતની સામે ભગવદ્સ્વરૂપ પ્રગટ થાય .
Gujarat has preserved folk music in its pure and pristine form . Bhajan, kirtan ,Dhoon, are roots of folk singeet.Gujarati Bhajan, is a Song or a Music composition, for worship to the Lord. These compositions have evolved from the times immemorial of Narsinh Mehta, Surdas, Mirabai and many such devotees, which have been preserved and carried forward from generations together! Such devotional songs never fail to stir within an overwhelming emotion of (worship) ‘bhakti’ and ‘bhav’! The Kirtan or Dhoon is related to the Bhajan. The major difference is that bhajan is usually performed by a soloist, while Kirtan and Dhoon ususally involove the audience. the term Kirtan is usued by Hindus and Sikhs, while term Dhoon seems to be used by Hindus especially Gujaratis.

મિત્રો આજે સવારે આ ભક્તિપદ સાભળતી હતી જે તમારી સમક્ષ મુકુ છું……..ભોળી તે ભરવાડણ હરિને વેચવા ચાલી;

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ભજનમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે શેરીએ શેરીએ દહીં વેચવા નીકળેલી ભોળી ભરવાડણ ‘મહી લ્યો’ કહેવાને બદલે ‘લ્યો કોઈ મોરારિ’ એમ બૂમો પાડતી ફરે છે. લોકો હસે ભોળી ભરવાડણ પર …..અને મટુકી ઉતારી,તો માંહી મોરલી વાગી…..પ્રભુ લયલીન ગોપીને એટલે જ મટુકીમાં દહીંના સ્થાને શ્રી હરિ નજરે ચડે છે. ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ ……ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે….આમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ભરવાડણ એક સરળપાત્ર-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં નરસિં મેહેતાએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.અને આજ છે આપણો લોકસંગીતનો વારસો…..

6 Comments »

Advertisements

One Response

  1. A bhajan or kirtan is a Hindu devotional song, often of ancient origin. Great importance is attributed to the singing of bhajans with Bhakti, i.e. loving devotion. “Rasanam Lakshanam Bhajanam” means the act by which we feel more closer to our inner self or God, is a bhajan. Acts which are done for the God is called bhajan.

    Kirtans are deeply rooted in Vedic tradition. Bhajans are often simple songs in lyrical language expressing emotions of love for the Divine, whether for a single God/Goddess, or any number of divinities. Many bhajans feature several names and aspects of the chosen deity, especially in the case of Hindu sahasranamas, which list a divinity’s 1008 names.

    Traditionally, the music has been Indian classical music, which is based on ragas and tala (rhythmic beat patterns) played on the Veena (or Been), Sarangi Venu (flute), Mridanga(or Tabla) (traditional Indian instruments). The Sikh Scripture contains 31 ragas and 17 talas which form the basis for kirtan music compositions.

    Source :http://en.wikipedia.org/wiki/Bhajan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: