પદ્મશ્રી દુલા ભાયા કાગ

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ( અવસાન – 22-2-1977) ત્યારે દુલા ભાયા કાગ !તમે કેમ યાદ ના આવો ?
ગુજરાતનું ગૌરવ છો ! કવિ કાગ તો ગુજરાતના પ્રાણ ….. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ……. એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે………..નોખા તારિ આવે એવા સાહિત્યકાર.

ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે.

માં વિશેની તેમની કેટલીક રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે.

ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?

પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?

જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?

આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !

મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !

ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !

જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !

જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા

આભાર –

!http://nilkanthvasukiya.blogspot.com/2011/07/blog-post_18.html

 

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે  જી………
માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે -આવકારો મીઠો….
આપજે   રે….જી….      ૧.

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે -આવકારો મીઠો…
આપજે   રે….જી….      ૨.

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે -આવકારો મીઠો…
આપજે   રે….જી….      ૩.

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે -આવકારો મીઠો…
આપજે   રે….જી….      ૪.

કવિશ્રી દુલા ભાયા કાગ -”કાગબાપુ”-

અમે તમારાં ભજનો ગાઈને તમને યાદ કરીએ છીએ. !હૈયાનાં ઉંડાણોમાંનો આ અતિથિ સત્કારનો સાદ ઝીલવાની અને સાચવીને ઉપયોગમાં લેવાની શક્તિ અને બુદ્ધિ પરમ કૃપાળુ પરમેશ્વર સૌને અર્પે!એ એમને માટે સાચી અંજલિ બનશે

મિત્રો તેમની બધી વિગત ભેગી કરી તમારી સમક્ષ રજુ કરુ છુ.

‘પર ધન પર ઘરા મહીં, ભાયલ લેતો ભાગ
પણ ભાયા તારાં ભાગ્ય, દુલા જેવા ‍દીકરા.

દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્‍ય બની જાય.. . ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા …….કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્‍કૃતની સાહિત્‍ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય……….અને લોકહૈયામાં એવાં તો વસી જાય

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…

‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬

-કવિ શ્રી દુલા ભાયા કાગ

એકવાર ગીગા રામજીને ત્‍યાં પધારેલા સંત મુકતાનંદજીને તેઓ મળ્યા. દુલા કાગ સંત મુકતાનંદને કહેવા લાગ્‍યા: ‘મારે તો કચ્‍છ જઇ પિંગલની પાઠશાળા-પોષાલમાં જઇ અભ્‍યાસ કરવો છે. ’ સંત મુકતાનંદ કહે:‘કયાંક જવાની જરૂર નથી. ’ બધું અહીં જ છે. તેઓએ કિશોર દુલાની આંગળીઓમાં આંગળીઓ પરોવી અને આંખોથી દુલાને ભાવપૂર્વક નીરખ્‍યો અને આજ્ઞા આપી ‘જા, સવૈયો લખી લાવ. ’ કિશોર દુલાએ સત્તર વર્ષની વયે લખેલા સવૈયા દુલા કાગને સવાયા ચારણ બનાવી દે એમાં કોઇ શંકા નથી.

દુલા કાગનો રાષ્‍ટ્રપ્રેમ પણ અનન્‍ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્‍ય પામવા પ્રયત્‍ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસાહિત્યની એક આગવી પ્રતિભા પદ્મશ્રી દુલાકાગનો જન્મ ભાવાનગર પાસેના એક ગામમાં થયો હતો. બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા. દશ વર્ષની વયે ગૌસેવાનું વ્રત લીધું. મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્રાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકિ બન્યા. ‘વિચારસાગર’, ‘પંચદર્શી’અને વાણી સાથે વહેતી થયેલી દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતાં અસ્ખલિ ધોધ બની રહી. પરંપરાગત ચારણી ઘાટીના એમના કાવ્યગાને હજરોની સભાઓ ડોલાવવા માંડી. એમણી રચેલી ‘કાગવાણી’નું ગુંજન લોકોનું સંસ્કારધન બની ગયું છે. વિનોબાજીના ભૂદાનના ખ્યાલને એમણે આત્મસાત કર્યો. પોતાની કોમની સંકુચિતતાના અનેક ઘા ખમીને એમણે ચારણોની ઉન્નતિમાં હંમેશા રસ લીધો હતો. ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતા રાખનાર કવિ કાગને ભારત સરકારે પદ્મશ્રીનો ઈલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું. તા. ૧૨-૨-૧૯૭૭ના રોજ એમણે સદાયને માટે આંખો મીચી દીધી.

બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં,
બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં;
બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો,
બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો;
જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો;
સત’કાગ’, સ્વમી !  સંસારમેં,   બૂરો બલીસે  બાધનો.        ૧

બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો,
બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ શૂદ્ર પડ્યો સો;
બૂરો સભા અપમાન, બૂરો મહિપાલ કૃપણમન,
બૂરો મહંત ચિત ક્ષુદ્ર, બૂરો રોગિષ્ટ મહદ તન;
મદ બૂરો યોગિ નારિ-મિલન,    ભય રંજ બૂરો ભગતમેં;
સત ‘કાગ’,સ્વામી ! સબસે બૂરો, માનભંગ નર જગતમેં.      ૨

બૂરો પાન પય ખ્યાલ, બૂર અબલા પ્રધાનપદ,
બૂરો   શત્રુગૃહગમન,   બૂરો યૌવન રુ રાજમદ;
બૂરો   પ્રાતમેં   સયન,    બૂરો   સેવકસે   હસવો,
બૂરો અકલ જલ સ્નાન, બૂરો કુગ્રામહિ વસવો;
સહિ બૂરો મલેચ્છ તન સો સદા, બૂરો છિદ્ર પર ખોલનો;
સત  ’કાગ’   સ્વામી !  સંસારમેં બૂરો અતિ  મુખ બોલનો.        ૩

બૂરો  વૃથા  વિવાદ,     બૂરો   તન  ક્રોધ  તપનિકો,
બૂરો નાશ   લગિ ધીર,    ચિત લોલજ     પનિકો;
બૂરો ક્ષત્રિ અતિ શાંત, બૂરો બિન કંઠ સુ ગાયન,
બૂરો અજાનિત પંથ,    બૂરો બિનું રૂપ દીર્ઘ તન;
બહુ બૂરો   સમય અતિ હૈ બૂરો, બૂરો કાર્ય બિનુ ગર્વ હૈ,
સત ‘કાગ’ સ્વામી ! સંસારમેં, બૂરો ભજન બિનુ સર્વ હૈ.       ૪

-કવિ શ્રી દુલા ભાયા કાગ-સૌજન્ય ;http://sureshbjani.wordpress.com

નામઃ દુલા ભાયા કાગ -”કાગ બાપુ”-
જન્મઃ ૨૫-૧૧-૧૯૦૨

અવસાનઃ ૨૨-૦૨-૧૯૭૭

જન્મસ્થળઃ મજાદર ( તા. મહુવા, જિ.ભાવનગર)

અભ્યાસ: પાંચ ધોરણ

Dula Bhaya Kag was born in year 1903, he was renowned poet, social reformer and freedom fighter
. He was born in Village “KAGDHAM” (Majadar), near Mahuva in Gujarat. He hailed from Charan caste. The subject of his poems was mainly spiritual and devotional, he also wrote eulogical poems for Mahatama Gandhi and Vinoba Bhave. His poems are published in eight volumes known as Kagvani.
.

Address: Kagdham (Majadar), Taluka: Rajula, Dist: Amreli,Mahuva, Gujarat 365555.

21 Responses

 1. i m chetan gogri i like lok sanskruti gujrati .mane garv che ke aaje pan aapni sanskruti haju jeevit che parntu hamna nu vatavaran avu che ke badha english language taraf bhage che koine potana balak ne gujrati nathi sikhavu atle sanskar kyan thi avse sorry marathi koi khoti vaat kevai gayi hoy to mane kshma karsoji chetan gogri 9869047658

  Like

 2. i m dipti inamdar ilike very much gujarati language also kavi shree ‘dula bhaya kag’ mane khoob garv che k hu gujarati chu.k j aava anmol lok sahityno dayro mani samji sake che.

  Like

 3. કવિશ્રી દુલાભયા કાગએ ચારણોના ઘરેણા હતા

  Like

 4. kavishri kag e lok sahotyana marmi hata

  Like

 5. દુલા કાગનો રાષ્‍ટ્રપ્રેમ પણ અનન્‍ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્‍ય પામવા પ્રયત્‍ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસાહિત્યની એક આગવી પ્રતિભા પદ્મશ્રી દુલાકાગનો જન્મ ભાવાનગર પાસેના એક ગામમાં થયો હતો. બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા. દશ વર્ષની વયે ગૌસેવાનું વ્રત લીધું. મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્રાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકિ બન્યા. ‘વિચારસાગર’, ‘પંચદર્શી’અને વાણી સાથે વહેતી થયેલી દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતાં અસ્ખલિ ધોધ બની રહી. પરંપરાગત ચારણી ઘાટીના એમના કાવ્યગાને હજરોની સભાઓ ડોલાવવા માંડી. એમણી રચેલી ‘કાગવાણી’નું ગુંજન લોકોનું સંસ્કારધન બની ગયું છે. વિનોબાજીના ભૂદાનના ખ્યાલને એમણે આત્મસાત કર્યો. પોતાની કોમની સંકુચિતતાના અનેક ઘા ખમીને એમણે ચારણોની ઉન્નતિમાં હંમેશા રસ લીધો હતો. ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતા રાખનાર કવિ કાગને ભારત સરકારે પદ્મશ્રીનો ઈલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું. તા. ૧૨-૨-૧૯૭૭ના રોજ એમણે સદાયને માટે આંખો મીચી દીધી.

  આ નોંધમાં તા. ૧૨-૨-૧૯૭૭ લખાઈ છે જયારે બીજી બધી જગ્યાએ તા.૨૨-૨-૧૯૭૭ લખવામાં આવેલ છે. ભૂલ વાળી તારીખ સુધારી લેશોજી.

  આભાર.

  Like

 6. i m very proud to be gujaratiiiiii

  Like

 7. Muchh Dadhi Ane Kesh Matak Tana Jamavat Vatni Shish Jullo,
  Kavya Ma Chhe Kadi Kad Ma Dipto Kavivar Kag Dullo…..

  Like

 8. ગુજરાતીમાં જ દોહરો લખો જેથી બરાબર સમજાય. આભાર.

  Like

 9. આજે સ્વ. શ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથી છે તો એમની યાદમાં એમની કૃતિને સમરીએ.

  જમદઢ જાંબુવાન અને નળ અંગદ સુગ્રીવ નર્યા
  પણ હજુ લગ હનુમાન ઈતો કાયમ બેઠો ‘કાગડા’

  આવા ભગવાનશ્રી રામના પરમ ભક્ત અંજની પુત્ર હનુમાન વિશેની કૃતિ :

  જગતમાં એક જ જનમ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા
  રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા
  ન કરી કદીએ ઉઘરાણી જેમ (૨) સામા ચોપડા ન રાખ્યા ..
  આગણ કેરા વેણ હરખથી, કોઈને મોઢે ન ભાખ્યા
  અસીમ કૃપાથી સુખે સંસારી (૨) સ્વાદ ભર્યા નવ ચાખ્યા ..
  હરીએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતીડાં મોઢામાં નાખ્યા
  મોતીડાં કરડી એણે માળા જ ફેંકી, તાગડા તોડી નાખ્યા ..
  રામના સઘળાં કામ કર્યા ને, બેસણા બારણે રાખ્યા
  રાજસત્તાના ભડકા ભાળ્યા, ને એણે ધૂળમાં ધામા નાખ્યા ..
  અંજની માતની કુંખ ઉજાળી, નિત રખોપા રાખ્યા
  ચોકી રામની કદીએ ન છોડી, ઝાંપે ઉતારા રાખ્યા ..
  “કાગ” કે બદલો ક્યારે ન માગ્યો, પોરષ કદીએ ન ભાખ્યા
  જેણે બદલો લીધો એના, મોઢા પડી ગયા ઝાંખા ..

  Like

 10. one of his monsoon song was selected as best monsoon song from all Indian languages at Shantiniketan. Can somebody find the reference to this song?

  Like

 11. आजे फागण सुद-4 ऐटले भक्तकवि पद्मश्री दुला भाया काग (भगत बापु)नी 39 मी पुण्यतिथी  छे

  आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप्राप्य ऑडियो मुकवानो नानकडो प्रयास करेल छे.

  पद्मश्री कवि दुला भाया काग (भगत बापु ) नो संक्षिप्तमां परिचय  
  ————————————

  नाम          :- दुला भाया काग

  पितानुं नाम :- भाया काग

  जन्म तारीख :- 25-11-1902

  जन्म स्थळ  :- मजादर

  अभ्यास    :- पांच धोरण

  काव्य ग्रंथ :- कागवाणी भाग 1 थी 7

  भारत सरकार द्रारा ता.26-01-1962 ना रोज पद्मश्री ऐवोर्ड थी पुरस्कृत करवामां आवेल.

  अवशान :- फागण – सुद-4 अने ता. 22-02-1977

  आजे दुला भाया काग(भगत बापु)ना स्वरमां  23 जेटला ऑडियो मुकवानुं नानकडो प्रयास करेल छे.

  पद्मश्री दुला भाया काग (भगत बापु)नी 39 मी पुण्यतिथी  ऐ कोटी कोटी वंदन
  🙏🙏🙏

  🔵 ऑडियो डाउनलोड करवा माटे नीचेनी लिंक ओपन करवा विनंती
  http://www.charanisahity.in/2016/03/kagbapu-ni-39-mi-punyatithi.html?m=1

  ➡ ओडियाना नाम  पर क्लिक करशो ऐटले Download Anyway ऑप्शन आवशे तेना पर क्लिक करशो ऐटले डाउनलोड थई जाशे

  ➡ आ अप्राप्य ऑडियो कुरियर मारफते मोकलाववा बदल श्री वेरशीभाई वरमल रे. भाटिया ता. कल्याणपुर जी द्रारका वाळा अने ई-मेइल मारफते मोकलवा बदलश्री गांगाभाई गढवी जाम खंभाड़ीया वाळा नुं खूब खूब आभार

  Forward To All Friends & Gadhavi

         🙏 वंदे सोनल मातरम्  🙏

  Like

 12. please find this poem જગત ની રીત છે જુદિ સમજિ નૈ સમજાય

  Like

 13. બાપુ માટે મારી પાસે કોઈ શબ્દો નથી.. .. . . .

  Like

 14. Kagavani bhag 3

  Like

 15. Che shakti kero sath e rachna origionl koni che ane e madi shake ?lyrics

  Like

 16. મોટાભાઈ ઘણા વર્ષોથી હું શોધી રહ્યો હતો એ આજે મને તમે આપ્યું….ખૂબ ખૂબ આભાર

  Like

 17. કવિ શ્રી દુલાભાયા કાગે એકવાર રાષ્ટ્રપતિના સમારંભમાં દિલ્લીમાં યુધ્ધને લગતા દુહા ગાયા હતા એવો લેખ એકવાર પેપર માં છપાયો હતો. મારી પાસે કટિંગ હતુ પણ અત્યારે મળતુ નથી તો એ દુહા કોઇની પાસે હોય તો ઉપલબ્ધ કરાવશો.

  Like

 18. માતા સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે આવી કોઈ કવિ કાગની રચના છે હોય તો જણાવશો

  Like

 19. હું ઘણા સમય થી આકાશ ના ઘડનાર ના ઘર કેવા હશે, ગીત શોધું છું મહેરબાની કરી ને એ ગીત મારા mobile no.9978941696 પર whats up અથવા મેલ કરો.

  Like

 20. દેવો ની આગળ દૂત ઈ રુપાળા કાયમ રીયે
  પણ ભેળાં રાખે ભુત ઈતો કૈલાસ વારો કાગડા

  કવિ શ્રી દુલા ભાયા કાગ બાપુ
  ન ભુતો ન ભવિષ્યતિ
  સત્ સત્ વંદના

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: