નરસિંહ શું હતો કવિ ,ભક્ત ,સંત ,અવધુત કે ક્રાંતિકારી?

નરસિંહ શું હતો કવિ ,ભક્ત ,સંત ,અવધુત કે ક્રાંતિકારી?
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે
.ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓમાં નરસિંહ મહેતાનો સમાવેશ કરવામાં આવે છે. તેઓ આદિકવિ તરીકે પણ ઓળખાય છે.સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં. જીવનના પરમ તત્વ ને સીધી સાદી ભાષામાં  કવિએ આજથી ૫૦૦ વર્ષ પહેલા કહી ગયા .બહુ જ ગહન વાતોને સાદી સરળ શૈલીમાં આ સંત કહી ગયો છે, ભક્ત કહો કે સંત કહો એમના આધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી અને જેટલા વાંચીએ છીએ તેમ તની ગહનતા છતી થાય છે ..તો મિત્રો આજે આપણાં મિત્ર દાવડા સાહેબે જે માણીયુ અને અનુભવ્યું તે રજૂ કર્યું  છે.

નરસિંહ મહેતાની ત્રણ વાતો

આમ તો નરસિંહ મહેતાએ ઘણી ઉપયોગી વાતો કહી છે પણ તેમાની ત્રણ વાતો પ્રત્યે મારૂં ધ્યાન વિશેષ ગયું છે.

પહેલી વાતઃ

“હું કરૂં, હું કરૂં એ જ અજ્ઞાનતા

 શકટનો ભાર જેમ શ્વાન તાણે”

આપણી આસપાસ એવા ઘણા માણસો મળી આવશે

કે જે લોકો બીજાએ મહેનત કરીને મેળવેલી સફળતાનો યસ લઈ લેવાની કોશીશ કરે.

“મેં એને એમ કરવાની સલાહ આપેલી, એટલે એને સફળતા મળી.”

અરે ભાઈ તેં એને સલાહ આપવાને બદલે પોતે કેમ પ્રયત્ન ન કર્યો?

અને તેં કેટલાય લોકોને કેટલીયે સલાહ આપી હશે, પણ બીજા કોઈને આવી સફળતા કેમ ન મળી?

 જેમ ગાડાં નીચે, ગાડાંના છાંયામા ચાલતો કુતરો એમ માને કે આ ગાડાંનો ભાર એના માથે જ છે,

બળદની મહેનતનો મનોમન યશ લઇ લેવાની કોશીશ કરતા કુતરા જેવી વ્યક્તિઓ આપણી આસપાસ પણ મળી આવસે.

 બીજી વાતઃ

“આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે

 તે  તણો  ખરખરો  ફોક  કરવો”

નરસિંહ મહેતાની આ વાત બહુ બારિકાઈથી સમજવા જેવી છે. આવા જ અર્થવાળી વાત એક પારંપારિક ભજનમા પણ કહેલી છેઃ

“સુખ દુખ મનમા ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,

ટાળ્યા  તે કોઈના નવ  ટળે, રધુનાથના  જડીયા”

જ્યારે આપણે જાણતા હોઈએ કે આ ઘટના અટળ છે, એને કોઈ રોકી શકે એમ નથી,

તો પછી એ ઘટના બન્યા પછી તેને યાદ કરી કરી લાંબા સમય સુધી વિલાપ કરવો એ કેટલી હદે યોગ્ય છે?

જીવ છે ત્યાં સુધી જીવન ચાલતું રહેવાનું છે, તેને કેમ ચલાવવું એની આ વાત છે.

અને નરસિંહ મહેતાની ત્રીજી વાતઃ

“જેહના ભાગ્યમા જે સમે જે લખ્યું,

 તેહને  તે  સમે,  તે  જ  મળસે.”

અહીં નરસિંહ મહેતાએ પ્રયત્નો છોડી દેવાની વાત નથી કરી,

માત્ર પ્રયત્નનું ફળ ક્યારે મળસે તેની વાત કરી છે. કૃષ્ણ ભગવાને પણ આ જ વાત કહી છે; “કર્મણેવાધિકાર અસ્તે, મા ફલેષુ કદાચ ન”.

કોઈ પ્રયત્નનું પરિણામ તરન ન મળે તો તેન છોડી દેવાની જરૂર નથી,

એનો સમય આવસે ત્યારે સફળતા જરૂર મળસે, અ સમયને આપણે ભાગ્ય કહીએ છીએ.

બહુ થોડા શબ્દોમા બહુ ગહન વાતો નરસિંહ મહેતાએ આજથી પાંચ સદીઓ પહેલા કહી છે,

આપણે એનો અર્થ સમજી એનો અમલ નથી કરી શકતા તો એ આપણું દુર્ભાગ્ય છે.

-પી. કે. દાવડા

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: