દાસી જીવણ

અરે વાહ મોરલો મરત લોક્મા આવ્યો.
“મોર, તુ તો આવડા તે રૂપ ક્યાથિ લાવ્યો”

દાસી જીવણ……….ગુજરાતના મીરાંબાઈ ગણાતા જીવણદાસ પ્રસ્તુત ભજનમાં તેઓ આત્માને એક મોરની સાથે સરખાવી તેને મૃત્યુલોકમાઁ આવ્યાના કારણો તથા ઉપાયો વિશે ચિંતન કરે છે.

કòષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા…….ભક્તકવિ, જીવણદાસને તેમની અથાગ કૃષ્ણભક્તિના લીધે દાસી જીવણ તરીકે ઓળખાય છે.

દાસી જીવણનો જન્મ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલેકે દિવાળીના દિવસે મેધવાળ જ્ઞાતિનાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનું મુળનામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે કોઈ કોઈ માણસો તેને ચમાર જ્ઞાતિનાં પણ ગણે છે.

આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવુ જરૂરી હતુ. દાસી જીવણને જયારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયુ ઠરે તેવા ગુરૂની શોધમાં હતા. તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. દાસી જીવણ કોઈ એક ગામમાં ગયેલા. તે ગામમાં તેમની પાછળ મોહિત થઈને એક બેન ચાલી નીકળી. તે બેનને સમજાવવા માટે એક પદ રચ્યુ જે શુ કરવા સુખ પારકા, સુખ માંડેલ હોય તો થાય જી, રૂપ દેખી નવ રાચિયે, પત પોતાની જાય. આમ ઈશ્વરના અપાર વિશ્વાસ પર તેમનુ જીવન આધારિત હતું.

પોતાના ગુરૂ ભીમસાહેબને પ્રભુના સ્થાને ગણ્યા હતાં.
.ત્રિકમ સાહેબના સત્સંગથી તેમનામાં પ્રેમલક્ષણા ભકિતનો જન્મ થયો.રવિભાણ સંપ્રદાયના ગુરુ ભીમસાહેબના સાંનિઘ્ય બાદ તેમણે બંને પત્નીઓને છોડી દીધી.શિષ્ય પરંપરામનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. પરમતત્વની લે લાગી ગઈ. હદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રરયાં જે આજેય લોકજીભે પ્રચલિત છે.

સાદી અને સરળ ભાષા
ગુઢ સમજણ………….

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?

લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ.

ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ.

આ રે બંગલામાં દસ દસ દરવાજા
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ.

કડિયા – કારીગરની કારીગરી નથી એમાં
પાણીની બનાવી હવેલી મારા ભાઈ.

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ.

નટવર શેઠની નોટિસો રે આવી
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ.

પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ.

દાસી જીવણ જઈ ગુરુજીને ચરણે
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ.

દાસી જીવણને સંતાનમાં એકજ પુત્ર દેશળ હતા, જે સમય જતા દેશળભગત તરીકે ઓળખાયા. દેશળભગતને સંતાનમાં એકમાત્ર પુત્રી હતા અને તેને ઘોઘાવદર પાસેના મોટા દડવા ગામે પરણાવેલા. જમાઈ સાતા ભગત ઘોઘાવદર રહેતા. સાતા ભગતને બે પુત્રો પુરણદાસ અને હમીરદાસ થયા. પુરણદાસના ત્રણ પુત્રો હિરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓનાં વંશજો અત્યારે દાસીજીવણની જગ્યામાં પુજા વગેરે કામ સંભાળે છે.

આમ પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને સંવત ૧૮૮૧નાં વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધી લીધી. તેમના સમાધિસ્થાન ઉપર મંદીર બંધાયુ છે. તેમાં દાસી જીવણ, તેમના પત્ની અને પુત્રની મુર્તિઓ છે. મંદીરની બાજુમાં જુના વખતની દેરી પણ જાળવી રાખવામા આવી છે. તેમના પગલા પુજાય છે. દાસી જીવણનાં એક ભકત અમરાબાપાના પગલા પણ દેરીની બાજુમાં આવેલા છે. તેમના વંશજ ગોંડલના કોન્ટ્રાકટર રાણાભાઈએ ૧૯૭૪મા સમાધીમંદીરનો જીર્ણોધાર કરાવી વર્તમાન મંદીર બંધાવ્યુ છે. સમાધીમંદીરના દ્વાર પર દાસી જીવણની વિશાળ કદની તસવીર લટકાવવામાં આવી છે

તેમના પદો તથા ભજનો આજે પણ લોકજીભે તથા જનમાનસમાં પ્રચલિત છે. રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.દાસી જીવણના પદોએ આટલા વર્ષે પણ જનમાનસના હૈયામાં પોતાનુ સ્થાન અણડોલ પણે જાળવી રાખ્યુ છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે.

શ્રિ જિવનદાસ ને ધન્ય છે જે ભારતનિ ધર્તિ પર જનમ લિધો…

દાસી જીવણની રચનાઓ વિશે પણ બે અભિપ્રાય જોવા મળે છે. એક અભિપ્રાય પ્રમાણે તેમની ૧૦૮ રચનાઓ છે, તો બીજા અભિપ્રાય પ્રમાણે દાસી જીવણ પર ડૉકટરેટની પદવી મેળવનાર ઘોઘાવદરના ડૉ. નિરંજન રાજ્યગુરૂના કહેવા મુજબ ૧૭૦ રચનાઓ છે. પરંતુ તેમના ભજનોમાં દાસ ભાવ જોવા મળે છે. નીચે મુજબ કેટલાક પ્રચલિત ભજનોની યાદી આપેલ છે.

આભાર –
વિકિપીડિયા
મણિલાલ એમ.પટેલ

7 Responses

 1. વાહ.. વાહ્હ્હ… ખુબ સરસ… અભિનંદનને પાત્ર છે.
  મયુર સાકરિયા

  Like

 2. ભાઈ દાસીજીવણ સાહેબ ચમાર ન હતા તેમનું જ્ઞાતિ કુળ મેધવાળ સમાજ માં થઇ ગયા.
  તમે ચમાર કહો છો પણ તે ભામ રાખતા હતા.

  Like

 3. હસમુખ બાબરિયા
  આપને મારા બ્લોગની મુલાકાત લેવા માટે અને આપનો પ્રતિભાવ જણાવવા માટે આભાર ..મારૂં ધ્યાન દોરીયું તે મુજબ ફેરફાર કર્યાં છે .આજ રીતે કંઈ પણ ભૂલચૂક દેખાય તો માર્ગદર્શન આપશો ..

  Like

 4. દાસી જીવણ સાહેબ કોઇ જ્ઞાતી કે જાતીના નહી પણ પુર્ણ પુરશોત્તમનુ બિરૂદ આપવુ હોય તો પણ આપી શકાય. તે માણસ હતા તેમ કહીએ તો કોઇ નવાઇ નથી. કારણ કે આજના યુગમાં માણસ કેટલા છે તે શોધો માણસ પોતાના જીવન નિર્વાહ માટે કોઇ પણ ધંધો કરે અને તે સમયમાં આપણી આ જ્ઞાતિને બીજો ક્યાે ધંધો હતો કે પોતાનુ ગુજરાન ચલાવી શકે. આજના સમયમાં આવા માણસ નો બતાવો કે જે દાસી જીવણ હોય.
  દીનેશ ગોહીલ ભાવનગર

  Like

 5. Dineshbhai ,

  આપને મારા બ્લોગની મુલાકાત લેવા માટે અને આપનો પ્રતિભાવ જણાવવા માટે આભાર ..

  Like

 6. bangla no bandhnar kevo
  r bhajan dasi jivan saheb nu nthi ..kok chila chalu kavi nu chhe

  Like

 7. sant ne eikj gnati na simada ma shu kaam bandhva ..sant ni koi gnati nthi …jaati ne bhati nahi hri kera desh ma

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: